<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

જામજોધપુર એફપીએસ પ્રમુખ વી. કે. કનેરીયાનો જન્‍મદિન

 

(ઝીલ વ્‍યાસ દ્વારા) જામજોધપુર, તા. રપઃ જામજોધપુર શહેરના જુના જોગીપુર્વ ન્‍યુઝ પેપર પૂર્વ પત્રકાર હાલ તાલુકાના વિવિધ વેપાર ધંધા સાથે સંકળાયેલ જામજોધપુર એફ.પી.એસ. પ્રમુખ વિનોદભાઇ કાનજીભાઇ કનેરીયા નો આજે જન્‍મદિવસ છે.

બાળપણથી ન્‍યુઝ પેપર વેચાણ કરવાની ધગશ હતી માત્ર માસીક રૂા. ૩૦ પગારથી શરૂઆત કરી હતી. ભાઈઓ સાથે ઝેરોક્ષની દુકાનમાં ભાગીદારી થયેલ ત્‍યારબાદ જામજોધપુર શહેરમાં છાપાવાળાની છાપ હતી.

એજન્‍સી ભાઈના નામે આર. કે. કનેરિયા નામે લીધેલ વર્ષ ૧૯૭૫ માં ઈન્‍દીરા ગાંધીની કટોકટીમાં જનસતાની બોલબાલા હતી. ત્‍યાંથી પ્રગતિનો પંથ શરૂ થયેલ. અલગઅલગ સાપ્તાહિકની એજન્‍સી ચિત્રલેખા, આસપાસ, ઝગમગ, જય હિન્‍દ દૈનિકનું ફુલવાડી બાળકોનું સાપ્તાહિકનું વેચાણ કરેલ. ચાલુ અભ્‍યાસે અલગ અલગ દૈનિકોનું વેચાણ રેલ્‍વે સ્‍ટેશને, બસ સ્‍ટેશન છુટક વેચાણ કરતા હતા. તેમજ ખેતીના વ્‍યવસાય સાથે જોડાયેલ. ૨૦ વર્ષ ૧૯૭૫ થી ૧૯૮૫ સુધી શરૂઆત આર્થિક પરિસ્‍થિતી નબળી હોવાથી બે હજાર રૂપિયાની રેકડી (કેબીન) ધર્મશાળા પાસે રાખીને વેપાર ચાલુ કરેલ. ન્‍યુઝ પેપર બુક અલગ અલગ બુકો ત્‍યારબાદ રામરાજ ટ્રાવેલ્‍સમાં ભાઈઓસાથે ભાગીદારી કરેલ હતી.

(11:26 AM IST)