હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 25th August 2026
સિપાઇ સમાજ ટ્રસ્ટના કાર્યકારી પ્રમુખ મોહસીનખાન પઠાણનો જન્મદિન

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ, તા.૨૫: ‘મુઠ્ઠી ઉચેરો માનવ' અને ‘‘Mr. રખડુ'' જેવા ઉપનામથી ખ્યાતિ ધરાવતા તથા ચોટીલાની ત્રણ દાયકા જૂની સંસ્થા રામ-રહીમ ફાઉન્ડેશનના સ્થાપક પ્રમુખ મોહસીનખાન દિલાવરખાન પઠાણનો આજે જન્મદિવસ છે. ‘‘સિપાઈ સમાજ ટ્રસ્ટ ગુજરાત''ના કાર્યકારી પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. અમદાવાદ ખાતે નવજીવન ન્યૂઝમાં જર્નાલિઝમનો અભ્યાસ કર્યા બાદ તેઓ પત્રકારત્વ ક્ષેત્રે પણ સક્રિય છે. હાલ દૈનિક ન્યૂઝપેપર અને ન્યૂઝ ચેનલમાં ચોટીલા તાલુકા બ્યુરો તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. સાથે જ ‘‘ચોટીલા ટુડે'' ન્યૂઝ ચેનલના હેડ તરીકે પણ સેવાઓ આપી રહ્યા છે.
મો. ૯૨૨૮૪ ૩૨૫૬૦
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
