હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વૈદિક જ્ઞાન અને સમાજસેવાની જ્યોત પ્રગટાવતા કેવલ્ય જોશીનો જન્મદિવસ
સ્વ. કનૈયાલાલ જોશીના ૨૪ વૈદિક ગ્રંથોનું સંતો, વિદ્વાનો અને સંસ્કૃત પાઠશાળાઓમાં સંપૂર્ણ નિઃશુલ્ક વિતરણ : દસ વર્ષથી અંગત આવક દ્વારા સંસ્કૃત પાઠશાળાના બ્રાહ્મણ વિદ્યાર્થીઓ સુધી સુવર્ણપ્રાશન પહોંચાડવાનું સેવાકાર્ય

વૈદિક પરંપરા, આયુર્વેદ, સંસ્કૃત શિક્ષણ અને સમાજસેવાના સંવર્ધન માટે કાર્યરત કેવલ્ય જોશીનો જન્મદિવસ છે. ગુજરાત સરકારના વર્ગ-૧ના અધિકારી રહી ચૂકેલા સ્વ. કનૈયાલાલ જોશીના પૌત્ર કેવલ્ય જોશી બાળપણથી જ વૈદિક પરંપરા, આયુર્વેદ અને સમાજસેવાના સંસ્કારો વચ્ચે ઉછર્યા છે.
કેવલ્ય જોશીના પરિવારની આધ્યાત્મિક યાત્રા તેમની દાદીમા કેન્સરની અત્યંત ગંભીર અવસ્થામાં હતાં ત્યારે શરૂ થઈ હતી. પરિવારના જણાવ્યા પ્રમાણે, એ કપરા સમયમાં આયુર્વેદ, વૈદિક સાધના, જપ-અનુષ્ઠાન અને ભગવાન પ્રત્યેની અડગ શ્રદ્ધાએ સમગ્ર પરિવારના જીવનની દિશા બદલી નાખી હતી. આ અનુભવ આરોગ્ય પૂરતો સીમિત ન રહેતાં પરિવારના જીવનનું ધ્યેય બની ગયો હતો.
કેવલ્ય જોશીના પિતા વર્ષ ૨૦૦૩થી સુવર્ણપ્રાશન અભિયાન સાથે સંકળાયેલા છે. છેલ્લા દસ વર્ષથી કેવલ્ય જોશી પણ પોતાની અંગત આવકમાંથી ગુજરાતની સંસ્કૃત પાઠશાળાઓમાં અભ્યાસ કરતા બ્રાહ્મણ વિદ્યાર્થીઓ સુધી સુવર્ણપ્રાશન પહોંચાડવાના કાર્યમાં સહભાગી બની રહ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધી સવા લાખથી વધુ વિદ્યાર્થીઓ સુધી આ અભિયાનનો લાભ પહોંચાડવામાં આવ્યો છે અને હવે આ સેવાકાર્ય સમગ્ર ભારતમાં વિસ્તરી રહ્યું છે.
જોશી પરિવારનું બીજું મહત્ત્વનું સેવાકાર્ય વૈદિક સંશોધન અને ગ્રંથનિર્માણનું છે. સ્વ. કનૈયાલાલ જોશીએ વૈદિક પરંપરા, શક્ત ઉપાસના, જ્યોતિષ અને મંત્રવિજ્ઞાન સહિતના વિષયો ઉપર કુલ ૨૪ ગ્રંથોનું સર્જન કર્યું હતું. તેમાં ‘ત્રિપુરાસુંદરી મહામંત્ર રહસ્ય', ગુજરાતીમાં પ્રથમ વખત સંકલિત અને પ્રકાશિત શક્ત પરંપરાના નવ ઉપનિષદોનો સંગ્રહ, ‘નક્ષત્ર પરિચય', ‘દોષ નિવારણ' અને ‘શુક્લ યજુર્વેદીય મંત્ર સંહિતા'નો વિશેષ સમાવેશ થાય છે.
‘નક્ષત્ર પરિચય' ગ્રંથમાં વૈદિક જ્યોતિષના સિદ્ધાંતોના આધારે વિવિધ નક્ષત્રો અનુસાર સંભવિત આરોગ્યપ્રવૃત્તિઓ અંગેનું સંશોધન રજૂ કરાયું છે. ‘દોષ નિવારણ'માં પરંપરાગત વૈદિક ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાનની કૃપાથી આ તમામ ગ્રંથો ગુજરાતના વિવિધ પંડિતો, સંતો, બ્રાહ્મણો, સંસ્કૃત પાઠશાળાઓ અને વિદ્યાર્થીઓ સુધી સંપૂર્ણ નિઃશુલ્ક પહોંચાડવામાં આવ્યા છે. આ સેવાપ્રવૃત્તિ પાછળ વૈદિક જ્ઞાનનું સંરક્ષણ, સંવર્ધન અને સમાજ સુધી તેનું પ્રામાણિક પ્રસારણ કરવાનો મુખ્ય હેતુ રહ્યો છે.
કેવલ્ય જોશીનું માનવું છે કે, ‘‘સંસ્કૃતિથી સમાજનું નિર્માણ થાય છે, સમાજથી રાષ્ટ્રનું અને રાષ્ટ્રથી માનવતાનું નિર્માણ થાય છે. ધર્મ અને વૈદિક જ્ઞાન આ સમગ્ર વ્યવસ્થાનું મૂળ છે.'' ભગવાન તેમને વૈદિક જ્ઞાનની કોઈ એક વિદ્યા પણ વિશ્વ સુધી પહોંચાડવાનું નિમિત્ત બનાવે તો તેઓ પોતાના બ્રાહ્મણ જીવનને સફળ માને છે.
આયુર્વેદ, વૈદિક સંશોધન, સુવર્ણપ્રાશન, સંસ્કૃત શિક્ષણ અને સમાજસેવાની આ સમગ્ર યાત્રા અંગે શ્રાવ્ય-લ્લશ્ય સંવાદમંચ ઉપર ચર્ચા કરવાની તક મળે તો તે પોતાના માટે ગૌરવની બાબત ગણાશે તેવી લાગણી પણ કેવલ્ય જોશીએ વ્યક્ત કરી છે. વૈદિક જ્ઞાન અને સમાજસેવાને સમર્પિત કેવલ્ય જોશીને જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. (મો. ૮૦૦૦૫ ૧૦૮૦૦)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
