<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

પૂર્વ ક્રિકેટર જગદીશ સોલંકીનો કાલે જન્‍મદિવસ : પ૯મા વર્ષમાં પ્રવેશ

રાજકોટ : જગદીશભાઇ સોલંકી તા. ર૮ના રોજ પ૮ વર્ષ પૂરા કરી પ૯માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ અમરસિંહ ક્રિકેટ કલબ અને સબ કોચીંગ ક્રિકેટ કલબમાંથી વિકેટકીપર તરીકે ક્રિકેટ રમતા અને જેફ્રી ડુઝોનના હુલામણા નામથી ઓળખાતા હતા. હાલમાં તેઓ સિઝન ક્રિકેટ બેટનું રિપેરિંગ અને નોકીંગનો વ્‍યવસાય કરી રહેલ છે.

રવિન્‍દ્ર જાડેજા, ચેતેશ્વર પૂજારા, સેન્‍ડલ જેકશન સહિતના ક્રિકેટરોએ રીપેરીંગ અને નોકિંગ કરાવેલ હતા. તેઓ ટ્રેકીંગ કલબના મેમ્‍બર છે અને કુલુ-મનાલી સહિત અનેક જગ્‍યાઓએ ટ્રેકીંગ કરેલ છે. સોમનાથ મિત્ર મંડળના સભ્‍ય છે

(2:13 PM IST)