<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

કેન્‍દ્રના મુખ્‍ય શ્રમ કમિશનર સોનલ મિશ્રાનો કાલે જન્‍મદિન

રાજકોટ : ભારત સરકારમાં શ્રમ રોજગાર વિભાગ સાથે જોડાયેલ ચીફ લેબર કમિશનર પર પર ફરજ બજાવતા ગુજરાત કેડરના અધિકારી શ્રીમતી સોનલ મિશ્રાનો જન્‍મ તા. ૩૦ ઓગષ્‍ટ ૧૯૭ર ના દિવસે થયેલ. આવતીકાલે પંચાવનમાં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ ૧૯૯૭ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. આ અગાઉ કેન્‍દ્રના કૌશલ્‍ય વિકાસ વિભાગમાં સંયુકત સચિવ તરીકે કાર્યરત હતા.  અગાઉ સુરતમાં જિલ્લા વિકાસ અધિકારી જામનગરમાં મ્‍યુનિસિપલ કમિશનર, ગાંધીનગરમાં જિલ્લા કલેકટર, રાજયમાં રોજગાર અને તાલીમ નિયામક, નગરપાલિકાના નિયામક, પ્રવાસન સચિવ, એસ.ટી. નિગમ અને ઇન્‍ડસ્‍ટ્રીયલ પાવર કંપની વડોદરાના એમ.ડી., ગ્રામ વિકાસ વિભાગમાં કમિશનર વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂક્‍યા છે. મો. ૯૭ર૭૦ પ૬૯૭૬ નવી દિલ્‍હી.

(3:25 PM IST)