<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

આહિર સેના જામનગરના મહામંત્રી લખનભાઈ ગોગરનો જન્‍મદિન

 

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા. ૩૧ :.. જોડિયા તાલુકાના પીઠડ ગામના વતની તેમજ આહિર સેના જામનગરના કર્મઠ અને લોકપ્રિય મહામંત્રી લખનભાઈ ગોગર આજે પોતાના જીવનના ૪૪ વર્ષ પૂર્ણ કરી ૪૫માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.

સમાજસેવા, સંગઠન અને લોકઉપયોગી કાર્યોમાં હંમેશાં અગ્રેસર રહેતા લખનભાઈ ગોગરના જન્‍મદિન નિમિત્તે સવારથી જ તેમના પર ટેલિફોનિક તેમજ સોશિયલ મીડિયાના માધ્‍યમથી અભિનંદન અને શુભેચ્‍છાઓનો વરસાદ થઈ રહ્યો છે.

આ રૂડા અવસરે જામનગર જિલ્લાના રાજકીય, સામાજિક અને ધાર્મિક ક્ષેત્રના અગ્રણીઓ સહિત આહિર સેનાના હોદ્દેદારો-કાર્યકરો અને વિશાળ મિત્રવર્તુળે તેમને દીર્ઘાયુ, ઉત્તમ સ્‍વાસ્‍થ્‍ય અને નિરંતર પ્રગતિની શુભકામનાઓ પાઠવી છે. આઈ શ્રી પીઠળ માં તેમના પર સદા કળપા વરસાવતી રહે અને તેઓ સમાજ સેવામાં અવિરત યોગદાન આપતા રહે તેવી પ્રાર્થના સાથે સૌ કોઈએ તેમને જન્‍મદિનની વધાઈ આપી છે.

(10:49 AM IST)