<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

રાજકોટના યુવા એડવોકેટ જેનિલ પરસોંડાનો જન્‍મદિવસ

રાજકોટઃ તા.૧,રાજકોટના યુવા એડવોકેટ શ્રી જેનીલ એસ. પરસોંડા એ રાજકોટ ખાતે વર્ષ-૨૦૨૪ થી એડવોકેટ તરીકે વકીલાત શરૂઆત કરેલી અને તેઓએ પોતાના સારા-સ્‍વભાવથી વકીલમિત્રોમાં ખુબજ સારી ચાહના મેળવેલ છે અને કાયદાકીય રીતે યુવા એડવોકેટ એ સીવીલ તથા ક્રિમીનલ પ્રેકટીસમાં ખુબ સારી પ્રગતી કરેલ છે તેઓની ખંત અને મહેનત થકી યુવા એડવોકેટ તરીકે સારી નામના પ્રાપ્ત કરેલી છે ખાસ કરીને પોતાના કોળી સમાજમાં એક સારા યુવાન એડવોકેટ તરીકે ખુબજ ટૂકા સમયની વકીલાતમાં પોતાની આગવી છાપ ઉભી કરેલ છે અને રાજકોટ બાર એસોસીએશનના તમામ વકીલ મિત્રો સાથે ખુબજ મળતાવળો સ્‍વભાવના કારણે બોહળો મિત્ર વર્ગ ધરાવે છે. તેઓ લોયર્સ સ્‍પોટસ કાઉડેશન નામની વકિલોની સંસ્‍થામાં કારોબારી સભ્‍ય તરીકે સેવા આપે છે તેમજ વોઈસ ઓફ લોયર્સ નામની સંસ્‍થામાં પણ સભ્‍ય તરીકે જોડાયેલા છે. તેઓ એક ખૂબ સારા એડવોકેટ પરિવારના પુત્ર છે અને તેઓના પિતાશ્રી શૈલેષ બી. પરસોંડા પણ વકીલાતમાં ખુબ સારી નામના ધરાવતા હતા અને તેઓના ભાઈજી શ્રી હરેશ બી. પરસોંડા એડવોકેટ એન્‍ડ નોટરી રાજકોટના નામાંકીત સીનીયર એડવોકેટ છે. અને તેઓની જ એડવોકેટ ફર્મ પરસોંડા એસોસીએટસની હાલ છેલ્લા ૨૫ વર્ષથી કાર્યરત છે. અને જેનીલભાઈ પરસોંડાએ હાલમાં આ પરસોંડા એસોસીએટસ ની જવાબદારી સંભાળેલ છે અને ભવિષ્‍યમાં તેઓ વકીલાતના વ્‍યવસાયમાં ઉમદા વ્‍યક્‍તિત્‍વ પ્રાપ્ત કરે અને પોતાના પિતાશ્રી તથા પરિવારનું નામ રોશન કરે તેવી આશા તમામ મિત્ર સર્કલ તથા કુટુંબીજનોને તેઓ પાસે રહેલી છે. આમ તેઓના મળતાવળા સ્‍વભાવના કારણે વકીલ મિત્રોમાં ખુબજ સારી ચાહના ધરાવે છે. આજ રોજ તેમનો જન્‍મ દિવસ હોવાથી વકીલ મિત્રો તથા સમાજના આગેવાનો તથા કુટુંબીજનો તરફથી તેમના મોબાઈલ નં. ૯૯૯૮૦૩૯૯૫૨ ઉપર શુભેચ્‍છા પાઠવવામાં આવેલ છે.

(2:29 PM IST)