News of Wednesday, 2nd September 2026
વી.વી.પી. એન્જીનિયરીંગ કોલેજના લાઈબ્રેરીયન ડો. તેજસ શાહનો જન્મદિવસ

રાજકોટ : વી.વી.પી. એન્જીનિયરીંગ કોલેજમાં ૨૬ વર્ષથી લાઇબ્રેરીયન તરીકે ફરજ બજાવતા બી.એસ.સી., ડી.સી.એસ., એમ.લીબ.(ગુજરાત પ્રથમ), પી.એચ.ડી. લાઈબ્રેરી સાયન્સ (આજથી ૧૨ વર્ષ પહેલાં સાંપ્રત સમયમાં જેની બોલબાલા છે તેવા આઈ. સી.ટી. વિષય પર પી. એચ.ડી. કરનાર) સુધીની પદવી ધરાવતા જૈન અગ્રણી ડો. તેજસ શાહનો જન્મદિવસ છે. તેઓ શીશુકાળથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાથમિક વર્ગ શિક્ષિત સ્વયંસેવક છે અને પ્રાર્થના ગાયક, ગટનાયક, બસ્તિ પ્રમુખ, હર ઘર સંપર્ક, યુવા સંમેલનમાં મહત્વની જવાબદારી નિભાવી ચુકયા છે. ભારત સરકારના ડી.આર. ડી.ઓ. જર્નલમાં રીવ્યુઅર તરીકે સેવાઓ આપી રહ્યા છે. ત્રણ વખત રાષ્ટ્રીય કોનફરન્સમાં બેસ્ટ પેપર પ્રેઝન્ટેશન એવોર્ડ, બે વખત વીવીપીને ગુજરાત આઈ. એસ.ટી.ઈ. દ્વારા બેસ્ટ લાઈબ્રેરી એવોર્ડ મેળવવામાં ટિમ લાઈબ્રેરીમાં સક્રિય ભૂમિકા, અનેકવિધ વાંચન પ્રવળત્તિઓ, વિવિધ કોન્ફરન્સમાં એન.ઇ.પી.૨૦૨૦, આઈ.સી.ટી., લાઈબ્રેરી ડેવલપમેન્ટ જેવા વિષયોમાં રિસોર્સ પર્સન તરીકે એક્સપર્ટ લેકચર ગુજરાત ગ્રંથાલય સેવા સંઘ, મારવાડી યુનિવર્સિટી, આત્મીય યુનિવર્સિટી, મીરાંમ્બિકા કોલેજ, ઊંઝા કોલેજ જેવી સંસ્થા ખાતે આપેલ, નેશનલ ડિજિટલ લાયબ્રેરી ઓફ ઇન્ડિયાની એનડીએલઆઈ ક્લબની વિવિધ વાંચનલક્ષી પ્રવળત્તિઓ કરવા બદલ સર્ટિફિકેટ ઓફ એપ્રિશીએશનનું સન્માન, સાહિત્ય સેતુ સંસ્થા દ્વારા બેસ્ટ લાઇબ્રેરીયન તરીકે સન્માનિત , વિવિધ સમાચાર પત્રોમાં વાંચનલક્ષી તેમજ સ્વરચિત રચનાઓ આર્ટિકલ, સૌરાષ્ટ્ર યુનિ. ખાતે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિ. સેન્ટરના માસ્ટર ઓફ લાયબ્રેરી સાયન્સના એક્સપર્ટ લેકચરર તેમજ ગાઈડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લાયબ્રેરી સાયન્સ ડિપાર્ટમેન્ટમાં વિઝીટિંગ વ્યાખ્યાતા તથા સિલબસ કમિટીના સભ્ય તથા ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિ. માં કાઉન્સેલર તરીકે સેવાઓ આપી રહ્યા છે. અનેક રાષ્ટ્રીય આંતર રાષ્ટ્રીય સેમિનારો વેબીનારોમાં ભાગ લીધો છે. એડીનેટ- અમદાવાદના પૂર્વ એમ્બેસેડર રહી ચૂકયા છે. તેઓ ફેરસ નોન ફેરસ મેટલ, કાસ્ટિંગ, સ્ટીલ એનાલિસિસ, વોટર, સોઈલ, કોઈલ ટેસ્ટિંગના જાણકાર, રાજકોટ ફેમિલી પ્લાનિંગ એસોશીએશનમાં સક્રિય બોર્ડ ઓફ મેમ્બરની સેવા આપી ચૂકેલ છે. ગુજરાતી, હિન્દી અંગ્રેજી ટાઇપિંગ જાણકાર, પોતાની સ્વરચિત કવિતાઓ સ્વ. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસે પણ આપી ચૂકયા છે. શ્રી જીરાવાલા પાર્શ્વનાથ દેરાસરના યુવક મંડળ, જૈન વિઝન સંસ્થામાં તેઓ કમિટી મેમ્બર તરીકે એન્કરિંગ, દેવદયા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એન.આર.દોશી આઈ હોસ્પિટલ વાંકાનેરમાં પણ સેવાઓ આપી રહયા છે. ૫૦ થી વધુ વાર રક્તદાન કરી ચૂકેલ છે. ડો. તેજસ શાહ મો. ૭પ૬૭૦ ૪૯૩૦૧, ૯૪ર૮ર ૦૦પર૧ને જન્મદિવસે શુભેચ્છાઓ મળી રહ્યા છે
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
