<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

ગોંડલ સંઘાણી સંપ્રદાયના પ્રમુખ અશોકભાઈ કોઠારીનો જન્‍મદિવસ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૩:  પ્રખર જીવદયાપ્રેમી , વૈયાવચ્‍ચ રત્‍ન , પ્રમુખ સેવક  શાસન સેવક , બહુનામ પ્રતિભા સંપન્ન, ધર્માનુરાગી  અશોકભાઈ કોઠારીનો આજે તા.૩/૦૯/૨૦૨૬ નાં રોજ જન્‍મ દિવસ છે. તેઓ પોતાના યશસ્‍વી મોંઘેરા અમૂલ્‍ય માનવ જીવનના ૬૮ વર્ષ પૂર્ણ કરી ૬૯ વર્ષમાં મંગલમય પ્રવેશ કરી રહ્યા છે.

તેઓ ગૌરવવંતા ગોંડલ સંઘાણી સ્‍થા. જૈન સંઘ - ગોંડલ , રાજકોટ સંઘાણી સ્‍થા. જૈન સંઘ , પ્રહલાદ પ્‍લોટ શેરી નંબર ૧૩- રાજકોટ સંઘના પણ પ્રમુખ છે , તે ઉપરાંત ગુજરાત રત્‍ન શ્રી સુશાંતમુની મહારાજ સાહેબ તેમજ સદગુરુદેવ એકાંત મૌન સાધનામાં લીન - કાલાવડ સ્‍થિત પૂજ્‍ય ગુરુદેવ શ્રી પારસમુની મહારાજ સાહેબની પ્રેરણાથી અવિરતપણે સુવ્‍યવસ્‍થિત ચાલતું જૈન ભોજનાલય રાજકોટ અને દિવ્‍ય સાધનાલય - કાલાવડના પણ ટ્રસ્‍ટી છે, અને કોઠારી કુટુંબ ( દેવશીબાપા  પરિવાર) ના મેનેજિંગ ટ્રસ્‍ટી છે તેમજ ગોંડલ દશા શ્રીમાળી વણિક મહાજન , ગોંડલ પાંજરાપોળ , જૈન દવાશાળા ગોંડલ વગેરે અનેકવિધ ધાર્મિક તથાં સામાજિક સંસ્‍થાઓમાં વિશિષ્ટ સેવા આપી રહ્યા છે. (મો.૯૯૭૮૯૫૦૯૨૩)  ઉપર શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(11:18 AM IST)