<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખ એડવોકેટ-નોટરી ભરતભાઈ દેગામાનો જન્‍મ દિવસ

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા. ૩: તાલુકાના રાજકીય અને સામાજિક ક્ષેત્રે સતત સક્રિય રહી, સંગઠનને મજબૂત બનાવવા સાથે જનસેવા અને સમાજસેવાને હંમેશા પ્રાથમિકતા આપનાર શ્રી ભરતભાઈ દેગામાનો આજે ૫-સપ્‍ટેમ્‍બર ના રોજ જન્‍મદિવસ છે.

સંગઠનના કાર્યકર્તાઓને સાથે રાખી પક્ષની વિચારધારાને છેવાડાના લોકો સુધી પહોંચાડવામાં તેમનું મહત્‍વપૂર્ણ યોગદાન રહ્યું છે. સાથે જ વાંકાનેર તાલુકાના વિવિધ ગામો અને વિસ્‍તારોમાં લોકોના પ્રશ્નો, જરૂરિયાતો અને સામાજિક પ્રવળત્તિઓમાં સતત જોડાઈને જનહિતના કાર્યોમાં સહભાગી થવાની તેમની કાર્યશૈલી પ્રશંસનીય રહી છે.

જન્‍મદિવસના પાવન અવસરે ઈશ્વર તેમને ઉત્તમ સ્‍વાસ્‍થ્‍ય, સુખ, શાંતિ, સમળદ્ધિ અને દીર્ધાયુ અર્પે તે માટે રાજકીય તથા સામાજીક આગેવાનો, શુભચિંતકો, વકિલો, જ્ઞાતીજનો તેમજ સગા-સંબધીઓ, મિત્રો દ્વારા મો.નં. ૯૮૨૫૪ ૩૦૬રર પર શુભેચ્‍છા વર્ષા થઈ રહી છે.

(11:19 AM IST)