News of Thursday, 3rd September 2026
અરવિંદ તાળાના જન્મદિનની વાંસળી વાગી, શુભેચ્છાની મટુકી છલોછલ
રાજકોટ જિલ્લા બેંકના ડીરેકટર માટે યાદગાર દિવસ

રાજકોટઃ જિલ્લા સહકારી બેંકના ડીરેકટર તથા સિધ્ધ અને પ્રસિધ્ધ સહકારી અગ્રણી શ્રી અરવિંદ તાળા આજે જન્મદિનની શુભેચ્છાથી ભીંજાઈ રહ્યા છે. તેમનું વ્યકિતત્વ દીવડા જેવું છે. જયાં મૂકવામાં આવે ત્યાં અંજવાળું પાથરે છે. શ્રી અરવિંદ તાળા આજે યશસ્વી જીવનના ૫૮માં વર્ષના દ્વારે પહોંચ્યા છે મૂળ જામકંડોરણા તાલુકાના રાજપરા ગામના વતની શ્રી અરવિંદ તાળાનો જન્મ તા. ૦૩-૦૯-૧૯૬૯ના દિવસે થયો હતો હાલ રાજકોટ જિલ્લા સહકારી બેન્કમાં વર્ષોથી ડીરેકટર છે રાજકોટ જિલ્લા સહકારી ફેડરેશનના ચેરમેન છે તેમજ રાજકોટ જિલ્લા સંઘના ડિરેકટર છે અવધ કન્સ્ટ્રકશન- “AA” કલાસ ગવર્નમેન્ટ કોન્ટ્રાકટર તેમની વ્યવસાયિક યશકલગીનું છોગુ છે સમાજ સંસ્થા શ્રી લેઉઆ પટેલ બોર્ડિંગ રાજકોટના ઉપ-પ્રમુખ, સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ ટ્રસ્ટ નાથદ્વારા-દ્વારકા-મથુરાના ટ્રસ્ટી, સરદાર પટેલ કલ્ચર ફાઉન્ડેશનના ટ્રસ્ટી તેમજ સોમનાથ લેઉઆ પટેલ ટ્રસ્ટના ટ્રસ્ટી જામ-કંડોરણા લેઉઆ પટેલ કન્યા છાત્રાલય-રાજકોટના ટ્રસ્ટી તરીકે કાર્યરત છે.
મો. ૯૮૨૪૦ ૫૮૫૫૪ રાજકોટ.(૨.૬)
(1:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
