News of Wednesday, 9th September 2026
યુવા ધારાશાસ્ત્રી નિલેશ વેકરીયાનો આજે જન્મદિવસ

રાજકોટઃ યુવા ધારાશાસ્ત્રી નિલેશભાઈ વેકરીયાએ આજે પોતાના જીવનના ૪૮ વર્ષ પૂર્ણ કરી ૪૯ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. નિલેશભાઈએ વર્ષ ૨૦૨૪ માં વકીલાતની શરૂઆત ગુજરાતના પ્રખ્યાત ધારાશાષી શ્રી શ્યામલભાઈ સોનપાલના જુનિયર તરીકે કરેલી અને આજે ૨૨ વર્ષથી ‘‘શ્યામલ સોનપાલ એન્ડ એસોસિએટસ'' તથા સોનપાલ એડવોકેટ્સ ‘‘ધ લો ફર્મ'' ના એક મહત્વના એસોસિએટસ મેમ્બર તરીકે પ્રસ્થાપિત થયેલ છે. અત્યંત સરળ સ્વભાવ અને મૃદુભાષી વ્યક્તિત્વના કારણે બહોળું મિત્ર વર્તુળ ધરાવતા નિલેશભાઈ કાનૂની ક્ષેત્રે સિવિલ લો, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, રેવન્યુ લો વિગેરે ક્ષેત્રમાં આજે ખૂબ જ માનભર્યું સ્થાન ધરાવે છે. નિલેશભાઈ વેકરીયાને આજે તેમના જન્મદિવસે અનેક સિનિયર જુનિયર વકીલો, સગા સબંધીઓ તથા પક્ષકારો દ્વારા રૂબરૂ તેમજ તેમના મોબાઈલ નંબર ૯૮૯૮૦૭૦૩૦૬ ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
