<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

જૈન અગ્રણી ચંદ્રકાંતભાઈ શેઠનો જન્‍મદિવસ

રાજકોટઃ જૈન સમાજમાં સી.એમ.શેઠના હુલામણા નામે ઓળખાતા શેઠ બિલ્‍ડર્સવાળા ચંદ્રકાંતભાઈ શેઠનો ગઈકાલે જન્‍મ દિવસ હતો. રોયલપાર્ક સ્‍થા. જૈન મોટા સંઘમાં ૧૯૯૨,૧૯૯૭ તથા ૨૦૧૮માં થયેલ ઐતિહાસિક ચાતુર્માસમાં ચંદ્રકાંતભાઈ શેઠે અથાગ મહેનત અને જહેમત ઉઠાવેલ. ચંદ્રકાંતભાઈ વિશે એવું કહેવાય છે કે તેઓ ઘરે તથા ઓફીસે બહુ ઓછા જોવા મળે અને સેવાર્થે હોસ્‍પિટલમાં વધારે જોવા મળે છે તેનું કારણ એ છે કે મોટા ભાગનો સમય તેઓ જૈનોના ચારેય ફિરકાઓના ઉપકારી સાધુ-સાધ્‍વીજીઓની સેવા- વૈયાવચ્‍ચ માટે ફાળવે છે. ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ સ્‍વ.ગુરૂદેવ ગિરીશચંદ્રજી મ.સાહેબે ચતુર્વિધ સંઘની પ્રેરક ઉપસ્‍થિતિમાં ગાદીના ગામ ગોંડલ ખાતે ચંદ્રકાંતભાઈ શેઠને ‘‘વૈયાવચ્‍ચ રત્‍ન'' નું બિરુદ આપી જાજરમાન અભિવાદન કરવામાં આવેલ. બે વર્ષ મુંબઈ ખાતે ઉંઈંઘ અને ઉંઈંઝઘ ના પ્રેરક નયનપદ્મ મ.સા.ની પ્રેરક ઉપસ્‍થિતિમાં ચંદ્રકાંતભાઈ શેઠનું દાનવીર ભામાશાનું બિઝ આપી શાહી સન્‍માન કરવામાં આવેલ. તેઓના જન્‍મદિવસે રાજકીય, સામાજીક સહીત અનેક અગ્રણીઓએ તેમજ રાજકોટના તમામ સંઘો શુભેચ્‍છાઓ રહ્યા છે. મો.૯૮૨૪૦ ૪૩૭૬૯.

(4:00 PM IST)