News of Wednesday, 9th September 2026
સાવરકુંડલાના સેવાભાવી ઉદ્યોગપતિ હિરેનભાઈ વેકરીયાનો જન્મદિવસ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ૯: સાવરકુંડલા શહેરના સેવાભાવી ઉદ્યોગપતિ અને સામાજિક ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા હિરેનભાઈ અશોકભાઈ વેકરીયા આજે જન્મદિન છે. હિરેનભાઈ વેકરીયાનો જન્મ તા. ૯-૯-૧૯૯૬ના રોજ સાવરકુંડલાના જાણીતા ઉદ્યોગપતિ અશોકભાઈ વેકરીયાના પરિવારમાં થયો હતો. નાની ઉંમરે જ સેવાકીય પ્રવળત્તિઓ સાથે જોડાઈને તેમણે શહેરમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. હિરેનભાઈ વેકરીયા ભોજલરામ બાપા પટેલ વાડીના પ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી રહ્યા છે. આ ઉપરાંત તેઓ વિવિધ સેવાકીય પ્રવળત્તિઓમાં સક્રિય રીતે જોડાયેલા છે. મો. ૮૧૪૧૩૧૮૧૬૧ઉપર જન્મદિનની શુભેચ્છાવર્ષા થઇ રહી છે
(12:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
