News of Saturday, 12th September 2026
મોરબી જીલ્લાના સેવાભાવી અમિતભાઈ કાસુન્દ્રાનો જન્મદિન

(ભાવિન સેજપાલ દ્વારા) ટંકારા, તા.૧૨: મોરબી જિલ્લાના સામાજિક, ઔદ્યોગિક અને સેવાકીય ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ધરાવતા અમિતભાઈ કાસુન્દ્રાનો આજે જન્મદિવસ છે. ખેડૂત પરિવારમાં જન્મેલા અમિતભાઈ કાસુન્દ્રાનું બાળપણ ઘુનડા (ખાનપર) ગામમાં પસાર થયું છે.
લોકસેવાને મહત્વ આપતા અમિતભાઈ દ્વારા સમયાંતરે નિઃશુલ્ક તબીબી કેમ્પો સહિતની વિવિધ સેવાકીય પ્રવળત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. ITIની IMC સાથે જોડાઈને તેઓ કૌશલ્ય વિકાસ અને યુવાનો સાથે સંકળાયેલી પ્રવળત્તિઓમાં પણ પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે. ઔદ્યોગિક ક્ષેત્રે પણ અમિતભાઈ કાસુન્દ્રા સક્રિય છે અને રફાળેશ્વર GIDC ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ તરીકે ઔદ્યોગિક એકમો તથા ઉદ્યોગકારોના પ્રશ્નોને યોગ્ય સ્તરે રજૂ કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. અતિ સરળ અને સહજ સ્વભાવના અમિતભાઈ કાસુન્દ્રા આજે વિવિધ ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કર્યા બાદ પણ પોતાના મૂળ સાથે એટલી જ આત્મીયતાથી જોડાયેલા રહ્યા છે. તેમના જન્મદિવસ નિમિત્તે વિવિધ ક્ષેત્રના મિત્રો, શુભેચ્છકો અને સ્વજનો દ્વારા તેમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. સૌએ અમિતભાઈ કાસુન્દ્રાના દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને સતત પ્રગતિ માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે.
(12:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
