News of Saturday, 12th September 2026
રાજકોટના જાણીતા મહિલા ઍડવોકેટ રચના કક્કડનો આજે જન્મ દિવસ

રાજકોટ, તા. ૧૨ઃ મહિલા ઍડવોકેટ રચના કક્કડ રાજકોટ ફેમિલી કોર્ટના લીગલ પેનલમાં પેનલ ઍડવોકેટ તરીકે સેવાઓ આપી રહ્ના છે. તેઓ ખાસ કરીને ફેમિલી મેટર, ક્રિમિનલ બાબતો તેમજ કાનૂની ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ધરાવે છે. આજે તેઓનો જન્મદિવસ છે.
જરૂરિયાતમંદ લોકો માટે સરકાર તરફથી કાનૂની સેવા અને માર્ગદર્શન પૂરું પાડવામાં પણ તેઓ સક્રિય ભૂમિકા ભજવી રહ્ના છે. પોતાની કાર્યદક્ષતા, સરળ સ્વભાવ અને સેવાભાવી અભિગમને કારણે તેમણે કાનૂની ક્ષેત્ર ઉપરાંત સામાજિક ક્ષેત્રમાં પણ લોકપ્રિયતા અને ચાહના મેળવી છે.
વિવિધ સામાજિક સંસ્થાઓ તથા મહિલા સંસ્થાઓ સાથે જોડાઈને તેઓ સમાજમાં કાનૂની જાગૃતિ અને મહિલા સંબંધિત પ્રશ્નોમાં માર્ગદર્શન આપતા રહ્ના છે. તેમના સેવાભાવી અભિગમને કારણે મહિલા વર્ગમાં પણ તેમણે આગવી નામના મેળવી છે.તેમના જન્મદિવસ નિમિત્તે સિનિયર તથા જુનિયર ઍડવોકેટ્સ, સામાજિક આગેવાનો, મહિલા સંસ્થાઓના આગેવાનો અને શુભેચ્છકો દ્વારા તેમને સ્વસ્થ, સુખી અને સફળ જીવન માટે શુભકામનાઓ મો. નં ૯૨૬૫૦ ૨૦૬૫૦ ઉપર જન્મદિવસની શુભકામના પાઠવવામાં આવી રહી છે.(૬.૧૪)
(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
