News of Sunday, 13th September 2026
ધ્રોલના જાણીતા યુવા ધારાશાસ્ત્રી વિશ્વાસ મહેતાનો આજે જન્મદિવસ: મિત્રવર્તુળ દ્વારા શુભેચ્છાઓનો ધોધ

(સંજય ડાંગર) ધ્રોલ: ધ્રોલના પ્રતિષ્ઠિત પરિવારના મોભી, અગ્રણી યુવા ધારાશાસ્ત્રી અને સફળ બિલ્ડર શ્રી વિશ્વાસ મહેતાનો આજે જન્મદિવસ છે. ત્રણ પેઢીથી સતત વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા મહેતા પરિવારે ન્યાય ક્ષેત્રે ધ્રોલમાં આગવી પ્રતિષ્ઠા ઊભી કરી છે, જેને વિશ્વાસભાઈ કુશળતાપૂર્વક આગળ ધપાવી રહ્યા છે.
વકીલાત અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે સફળ કામગીરી ઉપરાંત તેઓ ધ્રોલ જૈન વણિક બોર્ડિંગના પ્રમુખ તરીકે પણ ઉત્કૃષ્ટ સેવાઓ આપી રહ્યા છે. સામાજિક જવાબદારી અને સેવાકીય પ્રવૃત્તિઓમાં સદા અગ્રેસર રહેતા વિશ્વાસભાઈના જન્મદિવસ નિમિત્તે તેમના બહોળા મિત્રવર્તુળ, સામાજિક આગેવાનો તેમજ સ્નેહીજનો તરફથી ફોન અને સોશિયલ મીડિયાના માધ્યમથી અભિનંદન અને દીર્ઘાયુની શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
