તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
શુભત્વથી શોભતા કોર્પોરેટર સંજય ચાવડાનો જન્મદિન

રાજકોટ શહેરના વોર્ડ નંબર ૫ ના ભાજપના યુવા કોર્પોરેટર શ્રી સંજય અરુણભાઈ ચાવડા આજે શુભેચ્છા વર્ષાથી ભીંજાઈ રહ્યા છે. આજે તેમણે ૪૧ માં વર્ષના માર્ગે આગે કદમ માંડ્યા છે.
સંજય ચાવડામાં શિસ્ત સેવા અને સહકારનો સંગમ છે. તેઓ સામાન્ય સભામાં અને સામાન્ય દિવસોમાં પ્રજાકીય પ્રશ્નોને અસરકારક રીતે ઉઠાવી શકે છે. વર્ષોથી સેવા ક્ષેત્રે સક્રિય છે. સંગઠનનો ઘણો અનુભવ છે. કોર્પોરેશનની મહત્વની સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય છે. હકારાત્મક વિચારધારા તેમની આગવી ઓળખ છે.
મો. ૯૮૨૫૭૦૭૦૮૮ રાજકોટ
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
