News of Friday, 18th September 2026
અરિહંત ઇન્વેસ્ટમેન્ટના ફાઉન્ડર મેહુલ રવાણીનો કાલે જન્મદિવસ

રાજકોટ : જૈન સમાજની વિવિધ સંસ્થાઓ સાથે જોડાઈને વિવિધ પ્રવૃતિઓ કરી રહેલા અને એન્કરિંગથી આગવી ઓળખ ધરાવતા મેહુલભાઈ મહેન્દ્રભાઈ રવાણીનો આવતીકાલે તા. ૧૯ના રોજ જન્મદિવસ છે. અરિહંત ઇન્વેસ્ટમેન્ટના ફાઉન્ડર હોવા ઉપરાંત જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ વેસ્ટ, ગોંડલ રોડ રાજકોટ વેસ્ટ ઉપાશ્રય, પૂજ્ય ગુરુદેવ પારસમુનિ મહારાજ સાહેબ દ્વારા સંચાલિત ભોજનાલય સહિતની સંસ્થાઓમાં સેવા આપી રહ્યા છે. મેહુલભાઈ રવાણી તથા હર્ષદભાઈ મહેતાએ જીવનસાથી પસંદગીનું આયોજન કરેલ. વડીલ વંદના સેવા અવસર, કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ૨૨ વ્હાલુડીના વિવાહ, શ્રી જનસેવા ટ્રસ્ટ, બાપા સીતારામ ગૌ સેવા મંડળ, જીવદયા ગ્રુપમાં સેવા આપી રહ્યા છે. તેઓના જન્મદિનની પૂર્વ સંધ્યાએથી જ તેમના મો. ૯૮૨૫૮૮૨૫૭૯ ઉપર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
