<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

વાંકાનેર લોહાણા મહાજનનાં ઉપપ્રમુખ રમેશભાઇ અખાણીનો જન્‍મદિન

વાંકાનેર તા. ૧૯: મુળ કુમરખાણ (કમીજલા) ના વતની અને વર્ષોથી ે વાંકાનેરને કર્મભુમિ બનાવેલ છે તેવા રમેશચંદ્ર અમળતલાલ અખાણી નો કાલે જન્‍મદિન છે.

જડેશ્વર રોડ પર  શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્‍યમાં એક સુંદર ભંડારાનું આયોજન કરવામાં આવી રહયું છે, જેમાં પ્રથમ બ્રહ્મ ભોજન ત્‍યારબાદ સગા-સ્‍નેહીજનો-મિત્ર વર્તુળ, જ્ઞાતિ અગ્રણીઓ સહિતના આ ભંડારમાં ઉપસ્‍થિત રહેશે. રમેશચંદ્રભાઈ એ જીવનમાં શુન્‍યમાંથી રસર્જન કરી હાલ શ્રી જલારામ ડેરી ફાર્મના વ્‍યવસાય સાથે સંકળાયેલ વાંકાનેરમાં રમેશભાઈ પેંડાવાલાના હુલામણા નામથી પ્રખ્‍યાત બની રઘુવંશી શ્રેષ્ઠીઓમાં સ્‍થાન પ્રાપ્‍ત કરેલ છે. શ્રી નિમાર્ણાધિન રામધામ ઉપરાંત વિવિધ ધાર્મિક સંસ્‍થાઓમાં પણ પોતાનું યોગદાન આપી રહયા છે તે ઉપરાંત વાંકાનેર લોહાણા મહાજનમાં પણ વર્ષોથી સેવા આપી રહયા છે, ૬૯ માં જન્‍મ દિવસે રઘુવંશી સમાજના સર્વેસર્વા ધારાસભ્‍ય  જીતુભાઈ સોમાણી, લોહાણા મહાજનના પ્રમુખ કાકુભાઈ મોદી, મહાજન મંત્રી લલિતભાઈ પુજારા, ટ્રસ્‍ટી રસીકભાઈ ભીંડોરા, આર.ટી. કોટક ઉપરાંત મહાજનના સભાસદ સભ્‍યો, સગા-સંબંધી, તોહીજનો, મિત્ર વર્તુળ સહિતનાઓએ અભિનંદન સાથે જન્‍મ દિવસની શુભેચ્‍છા મો. નં. ૯૪૨૯૦ ૯૫૬૨૧ ઉપર પણ શુભેચ્‍છા પાઠવી રહયા છે.

(11:34 AM IST)