News of Saturday, 19th September 2026
લડાયક કામદાર નેતા અને રેલ્વે મઝદૂર સંઘના ઝોનલ પ્રમુખ હિરેન મહેતાનો કાલે જન્મદિવસ

રાજકોટઃ વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘના ઝોનલ પ્રમુખ શ્રી હિરેન મહેતાનો તા. ૨૦ રવિવારે જન્મદિવસ છે. વર્ષ ૧૯૮૨થી વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘ સાથે જોડાયેલા શ્રી હિરેન મહેતાએ સંઘમાં ડિવિઝનલ સેક્રેટરી, ચેરમેન, મુખ્યાલયના ખજાનચી, સહાયક મહાસચિવ સહિત વિવિધ મહત્વપૂર્ણ જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવી છે. આજે તેઓ વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘના પ્રમુખ તરીકે કર્મચારીઓના હક્કો અને હિતોની રક્ષા માટે સતત સક્રિય છે.
શ્રી મહેતા એક લડાયક, નિષ્ઠાવાન અને પ્રામાણિક કામદાર નેતા તરીકે પોતાની આગવી ઓળખ ધરાવે છે. કર્મચારીઓના પ્રશ્નો માટે સતત રજૂઆત કરવી, અન્યાય સામે અવાજ ઉઠાવવો અને યોગ્ય પ્રશ્નોના ઉકેલ માટે સતત પ્રયત્નશીલ રહેવું તેમની કાર્યશૈલીનો અભિન્ન ભાગ છે.
સંઘર્ષશીલ નેતૃત્વ સાથે તેઓ એક ઉમદા સમાજસેવક તરીકે પણ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. તેમણે અત્યાર સુધીમાં ૧૦૮ વખત રક્તદાન કરીને માનવસેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમના માર્ગદર્શન અને સહયોગથી અનેક રક્તદાન કેમ્પ, મેડિકલ કેમ્પ તથા વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક પ્રોત્સાહનના કાર્યક્રમો યોજાતા રહ્યા છે.
રમત-ગમત ક્ષેત્રે પણ શ્રી હિરેન મહેતાનું યોગદાન નોંધપાત્ર છે. તેઓ રાષ્ટ્રીય કક્ષાના ટેબલ ટેનિસ ખેલાડી તેમજ રમત-ગમતના પ્રશાસક તરીકે સક્રિય રહ્યા છે. તેઓ રાજકોટ જિલ્લા ટેબલ ટેનિસ ક્ષેત્રમાં સચિવ તથા ગુજરાત રાજ્ય ટેબલ ટેનિસ સંગઠનમાં સહસચિવ તરીકે પણ રમતના વિકાસ માટે કાર્યરત છે. ટેબલ ટેનિસ ઉપરાંત બાસ્કેટબોલ, વોલીબોલ, ક્રિકેટ, ફૂટબોલ અને ટેનિસ જેવી વિવિધ રમતોના રાષ્ટ્રીય તથા રાજ્યકક્ષાના આયોજનોમાં પણ તેઓ સતત સહયોગ આપી રહ્યા છે.
કામદાર હિત, સમાજસેવા, શિક્ષણ અને રમત-ગમતઆ ચારેય ક્ષેત્રોમાં સતત સક્રિય રહીને શ્રી હિરેન મહેતાએ પોતાના બહુમુખી વ્યક્તિત્વની આગવી છાપ ઊભી કરી છે. તેઓના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ તેમના મો. ૯૪૨૬૧ ૬૫૨૮૩ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
