<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

શહેર ભાજપના મહામંત્રી લલીત વાડોલીયાનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ શહેર ભાજપના મહામંત્રી લલીતભાઇ વાડોલીયાનો આજે તા.૨૧/૯ના જન્‍મદિવસ છે તેમના પિતા જેરામભાઇ વાડોલીયા પૂર્વ કોર્પોરેટર રહી ચુકયા છે અને ગાર્ડન અને સેનીટેશનના ચેરમેનની જવાબદારી પણ સંભાળી ચુકયા છે અને હાલ ગોવર્ધન ગોૈશાળાના મંત્રી તરીકે ફરજ નિભાવી રહયા છે.

તેઓ વોર્ડ નં. ૧ના પ્રમુખ, બક્ષીપંચના મોરચાના પ્રમુખ અને મહામંત્રી તરીકે સેવા આપી હતી હાલ રાજકોટ શહેર સંગઠનમાં મહામંત્રી તરીકે વરણી કરવામાં આવેલ છે. વરીયા વૈષ્‍ણવ પ્રજાપતિ સમાજના ઉપપ્રમુખ અને અખીલ ગુજરાત પ્રજાપતિ સંઘના રાજકોટ જીલ્લાના ઉપપ્રમુખ તરીકેની પણ જવાબદારી સંભાળી રહયા છે.

તેઓ સફળ બિલ્‍ડર છે અને બાંધકામ ક્ષેત્રે પ્રથમ હરોળમાં આગવું સ્‍થાન ધરાવે છે. તેઓને તેમના મો. ૯૮૨૪૨ ૭૪૭૯૭ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.

(3:31 PM IST)