News of Monday, 21st September 2026
સ્ટેટ મોનીટરીંગ સેલના પીઆઇ સંજયસિંહ જાડેજાનો જન્મદિવસ
રાજકોટ શહેર એસઓજીમાં નોંધપાત્ર કામગીરી કરનારા અધિકારી પર શુભેચ્છાઓનો વરસાદ

રાજકોટ તા. ૨૧: સ્ટેટ મોનીટરીંગ સેલમાં ફરજ બજાવતાં પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા (મો. ૯૭૧૪૯ ૦૦૯૯૭)નો આજે ૪૭મો જન્મદિવસ છે. શહર એસઓજીમાં ફરજ દરમિયાન અનેક નોંધપાત્ર કામગીરી કરનારા પીઆઇ સંજયસિંહ જાડેજાએ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ કેસની તપાસમાં મહત્વની ભુમિકા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ભજવી હતી. તેઓએ શહેરમાં કાર્યકાળ દરમિયાન માદક દ્રવ્યોના દુષણને ડામવા અનેક ક્વોલીટી કેસ કર્યા હતાં અને અધિકારીઓ તરફથી અભિનંદન મેળવ્યા હતાં. તેમની આ તમામ કામગીરીને ધ્યાને રાખીને તેમને સ્ટેટ મોનીટરીંગ સેલમાં ખાસ નિમણુંક અપાઇ છે. હાલમાં જ ભાવનગર ખાતે નકલી દારૂ કાંડમાં મૃત્યુની ઘટનાની તપાસમાં જે સીટની રચના થઇ હતી તેમાં પણ પીઆઇ એસ. એમ. જાડેજાએ મહત્વની તપાસ કરી છે. આજે તેમને જન્મદિવસ નિમીતે બહોળા અધિકારીવર્તુળ, પોલીસ કર્મચારીઓ તેમજ અન્ય મિત્રવર્તુળ તરફથી સતત શુભેચ્છાઓ મળી રહી છે.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
