News of Tuesday, 22nd September 2026
હાર્દિક હિન્ડોચાનો આજે જન્મદિન

રાજકોટ : ઇન્સ્ટીટયુશન ઓફ એન્જીનીયર્સ (ઇન્ડિયા)ના એસોસીએટ મેમ્બર હાર્દિક પી. હિન્ડોચા કે જેઓ સ્નાતક અને અનુસ્નાતક (મિકેનીકલ/પ્રોડકશન) કક્ષાએ યુનિવર્સિટી ફર્સ્ટ-ગોલ્ડ મેડાલીસ્ટ છે. તેઓનો જન્મદિવસ છે. તેઓ ડિપ્લોમા ડીગ્રી તથા પોસ્ટ ગ્રેજયુએટ વિદ્યાર્થીઓ કે જેઓ ઇજનેરી મહાવિદ્યાલયોમાં અભ્યાસ કરે છે, તેમને ટેકનીકલ માર્ગદર્શન પુરુ પાડે છે. ‘‘હેન્ડબુક ઓફ ચાર્ટડ એન્જીનીયર (મિકેનીકલ)''નું લેખન કરેલું છે. ૧૬ જેટલા આંતરરાષ્ટ્રીય-રાષ્ટ્રીય-રાજય કક્ષાના સંશોધન પત્રો પ્રેઝન્ટ તથા પબ્લીશ કરેલા છે. ઇજનેરી ટેકનીકલ-નોનટેકનીકલ સ્પર્ધાઓમાં જયુરી મેમ્બર તરીકે સેવા આપે છે. વેર્સ્ટન મ્યુઝીક તથા ભારતીય શાષાીય સંગીતમાં પણ સિધ્ધિઓ પ્રાપ્ત કરેલ છે. ઇજનેરી કામગીરીમાં ચાર રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડથી સન્માનિત થયેલ છે. દર રવિવારે સાંજે પ થી ૭ ઇજનેરી શાખાના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક માર્ગદર્શન આપે છે. (મો. ૯૬૬૪૬૩૬૭૬૮)
(2:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
