<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

સોમનાથ બ્રહ્મસમાજના અધ્યક્ષ મિલનભાઈ જોશીનો જન્મદિવસ

(મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા)પ્રભાસપાટણ તા.૨૩              સમસ્ત વેરાવળ પાટણ બ્રહ્મસમાજના અધ્યક્ષ અને સર્વ સમાજના સેવાભાવી મિલનભાઈ જોશીનો આજે 23 સપ્ટેમ્બરે જન્મદિવસ છે.મિલનભાઈ જોશીનો જન્મ સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામે 23-09-1973ના રોજ થયેલ છે. 

          તેઓ ગીર-સોમનાથ જિલ્લા કેટરિંગ અસોશિયેશનના પ્રમુખ તેમજ સંસ્કારભારતી, ગાંધીનગરના સહસંયોજક છે. તેઓ જિલ્લા બ્રહ્મસમાજના પૂર્વપ્રમુખ રહી ચૂક્યા છે.તેઓના જન્મદિવસે ઠેર-ઠેરથી હાર્દિક શુભેચ્છાનો વરસાદ થઈ રહ્યો છે.(મો. 98245 84299)

(11:41 AM IST)