News of Thursday, 24th September 2026
જેતપુરના પૂર્વ ડેપ્યુટી ચિટનીશ, ટી.ડી.ઓ. એસ.જી. ગણાત્રાનો જન્મદિવસ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૨૪: જેતપુર ( કાઠી )નાં વતની અને ધોરાજી તાલુકામાં રેગ્યુલર ડેપ્યૂટી ચિટનીશ સહ તાલુકા વિકાસ અધિકારી તરીકે યશસ્વી ફરજ બજાવી સુપર એન્યૂએશન રિટાયર્ડ થયેલાં સુરેશભાઈ જી. ગણાત્રાનો આજે જન્મ દિવસ છે.
સુરેશભાઈ યુવા વયે આર.એસ.એસ, એન.સી.સી.પાર્ટ ‘‘એ'' એન.એસ.એસ, વિગેરે રાષ્ટ્રીયનિર્માણની એકટીવીટી માં જોડાયેલ હતાં. પોતાના સ્વમાનિ, વિવેકી, મિલનસાર તેમજ ઉષ્માપૂર્ણ લાગણીશીલ સ્વભાવના સને ૧૯૮૩ માં રાજ્ય સરકારની પંચાયત રિક્રુપમેન્ટ બોર્ડ દ્વારા સેલેકશન થતાં પ્રથમ અમરેલી, રાજકોટ જિલ્લામાં ૩૬ વર્ષની ઉજ્જવળ કારકિર્દી બનાવેલ, જેમાં ગુજરાત રાજ્ય પંચાયત સેવા પસંદગી બોર્ડ ગાંધીનગર થી ડેપ્યુટી ચિટનીશ એક્ઝામિનેશન તથા સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થાન (સ્પીપા) અમદાવાદ માંથી રાજ્ય વિકાસ સેવા વર્ગ - ૨ - ટી.ડી.ઓ.ની ડિપાર્ટમેન્ટલ એક્ઝામ પાસ કરેલ હતી, તેમના ફરજ કાળ દરમિયાન પરિણામલક્ષી નિષ્ઠાપૂર્વકની યાદગાર, સરાહનિય કામગીરી કરેલ, આજે તેમને મોબાઈલ પર શુભકામનાઓ મળી રહી છે.
(12:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
