<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

સિનિયર સીટીઝન સમાજના પ્રમુખ એમ.એ.પંજાનો કાલે જન્‍મદિવસ

રાજકોટઃ  જૂનાગઢ જીલ્લા માંગરોળ ગામે તા. ૨૫ સપ્‍ટેમ્‍બર, ૧૯૩૯ ના રોજ જન્‍મેલ કર્મચારી તથા અગ્રણી, મહંમદ યુસુફ પંજા એમ. એ. પંજાનો આવતીકાલે તા.રપ ના જન્‍મદિવસ છે. તેઓ જીવનના ૮૭ વર્ષ પૂર્ણ કરી ૮૮ માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે.

તેમણે  ૧૯૬૦ થી માંગરોળ ખાતે આરોગ્‍ય ખાતામાં મેલેરયિા વિભાગમાં નોકરીમાં શરૂઆત કરેલ.  ત્‍યારબાદ ૧૯૯૩ માં ભુજ-કચ્‍છ બદલી મળતા ત્‍યાં ફરજ બજાવેલ. ૧૯૬૪ માં રાજકોટ ખાતે બદલી થતા રાજકોટ ખાતે ૧૯૬૫ માં યુનિયનની સ્‍થાપના કરેલ. ૧૯૭૨ માં જુદા જુદા મંડળો સાથે સંકલન કરી ૧૯૭૨ માં કર્મચારી સહામંકળ (રાજયકક્ષા) ના કર્મચારીઓ તથા પેન્‍શનરોના પ્રશ્‍નો અંગે હજુ સતત લડત આપી રહેલ મહાનગરપાલીકા ચૂંટણી લડેલ. હાલમાં પણ કન્‍વીનર અને રાજકોટ જિલ્લા પેન્‍શનર તરીકે સેવા આપી નિવળત થયા હોય છતાં પુરા જેસથી રાજકોટ ખાતે ભાવનગરના ઉતારામાં કર્મચારી મહામંડળ, રાજયકક્ષાના કાર્યાલય ખાતે રાજકોટ જીલ્લા પેન્‍શનર અને સીનીયર સીટીઝન સમાજના પ્રમુખ તરીકે ગુજરાત પેન્‍શનર સંકલન સમિતિના ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે.છેલ્લા લેવલે સંકલન સમિતિમાં સરકારી નિમણુંક કરેલ છે.

 ગુજરાત પેન્‍શનર ફેડરેશનના ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપે છે.   ઓગસ્‍ટ-૨૦૦૫માં કર્મચારી-પેન્‍શનરોના આણઉકેલ પ્રશ્‍નો બાબતે સક્રિય કાર્યવાહી કરી લડત આપેલ. મુસ્‍લિમ સંસ્‍થા રાજકોટ શહેર જુમ્‍મા મસ્‍જિદ સેકેટરી તરીકે સેવા આપી રહેલ છે. રાજકોટ નવાબ મસ્‍જીદ દાણાપીઠમા સેકેટરી તરીકે ૮-વર્ષ, અલકાબા મસ્‍જીદના જોઈન્‍ટ સેકેટરી તરીકે સેવા આપેલ ર્હતી. તેઓ રાજકોટ ખાતેનો મો, ૯૦૫૪૯૧૯૦૪૦, ૧૪ કુંભારવાડા, જૂની જેલ પાછળ, બગદાદ, મંઝિલ, રાજકોટ ખાતે ગમે ત્‍યારે મળી શકે છે.

(3:59 PM IST)