<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

બીએસએનએલના રિટાયર્ડ ડીજીએમ કે.એન. પટેલ (કનુકાકા)નો જન્‍મ દિવસ

 

રાજકોટ : ટેલીકોમ ડિપાર્ટમેન્‍ટમાં ટેલીફોન ઓપરેટરથી ડે. જનરલ મેનેજર સુધી ૪૦ વર્ષ સેવા આપનાર શ્રી કનુકાકા (કે.એન. પટેલ)નો આજે જન્‍મદિવસ છે.

૧૯૭૯માં વડિયામાં ટેલીફોન ઓપરેટર ત્‍યાંથી પ્રમોશન લઇને મુંબઇ એક વર્ષની ટ્રેનીંગ, ત્‍યાંથી સુરત અને ૧૯૮૩થી રાજકોટમાં ટેલીફોન ખાતામાં તેમની શરૂઆત જેઇ/જેટીઓથી શરૂ કરી લગાતાર ડીપાર્ટમેન્‍ટની પરીક્ષા પાસ કરતા કરતા એસડીઇ/એસડીઓપી/એઇ તરીકે રાજકોટમાં ૧૦ વર્ષ સુધી ચૌધરી હાઇસ્‍કુલથી મુંજકા ગામ સુધીના એરિયામાં નવા વિકસીત રાજકોટમાં નવો કનેકશન/એસટીડી-પીસીઓ / નવા કેબલનું કાર્ય સહકર્મચારી સાથે મળીને રાજકોટમાં એક દાખલો બેસાડેલ. ૧૯૯૮માં પ્રમોશન મળતા જામનગર જીલ્લામાં પણ એક જવાબદારીવાળુ કેબલનું કામ જયાં જુના જામનગરના ગીચ વિસ્‍તારમાં નોટીફિઝીબલ એરીયાને ફીઝીબલ કરી ‘‘માંગો ત્‍યારે કનેકશન''નો દાખલો બેસાડેલ. કાલાવાડ અને ત્‍યાંથી ફરી રાજકોટમાં શાષાી નગર/કૃષ્‍ણનગર/રામેશ્વર એકસચેન્‍જની બધી જવાબદારી સહકર્મચારી સાથે પૂર્ણ કરેલ. પ્રમોશન મળતા રાજકોટમાંજ મહત્‍વની પોસ્‍ટ ડીઇ કોમ્‍પ્‍યુટર તરીકે પોસ્‍ટ થતા રાજકોટ શહેર તથા રૂરલના બધાજ એક્‍સચેન્‍જમાં નવી ટેકનોલોજી સાથે નવા ર૦૦થી વધુ કોમ્‍પ્‍યુટરને ચેન્‍જ કરીને એક દાખલો બેસાડેલ. એજ રીતે પ્રમોશનમાં વલસાડ જીલ્લામાં વાપી, દમણ, સેલવાસ જેવા મહત્‍વના શહેરો તથા ૧પથી વધારે ગામડાના એક્‍સચેન્‍જમાં કેબલનું કામ અઢી વર્ષના ગાળામાં વાપી ઇન્‍ડસ્‍ટ્રીયલ એસોસીએશનની સાથે મળીને પૂર્ણ કરેલ. ત્‍યાંથી ફરી રાજકોટમાં એજીએમ, એમઆઇએસ, વીપીટી, ઇબી, એડમીન, એચઆરડી તરીકે સેવા આપેલ. છેલ્લે ડીજીએમ તરીકે ર૦૧૮માં રીટાયર્ડ પણ રાજકોટમાં જ થયેલ. રાજકોટના ઇતિહાસમાં ટેલીફોન ઓપરેટરથી ડીજીએમ સુધી સર્વિસ કરી દાખલો બેસાડેલ. તેઓએ આજે જન્‍મદિવસે ‘‘દિયા ફાઉન્‍ડેશન''ના સહયોગથી પરિવાર સાથે ૧૦ વૃક્ષોનું રોપણ કરેલ. સદ્દભાવના વૃદ્ધાશ્રમ, એકરંગ મનો વિકલાંગ સંસ્‍થામાં ભોજન કરાવેલ. મો. ૯૪ર૬૭૮૩૭૮૩

(2:00 PM IST)