તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 26th September 2026
ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાનો જન્મદિવસ

(મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસપાટણ તા.૨૬: ખમીરવંતી કચ્છની ભોમકામાં જન્મેલા અને રાજ્યના મહાનગરોમાં કાબિલેદાદ ફરજો બજાવનાર એવા ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા જયદીપસિહ જાડેજાનો કાલે ૨૭ સપ્ટેમ્બરે જન્મદિવસ છે.
તારીખ ૨૭-૯-૧૯૮૨ ના રોજ કચ્છના નખત્રાણા ખાતે છે. તેઓને જન્મ થયો હતો. બી. એસ. સી મેથ્સ તથા પી. જી. ડિપ્લોમા જર્નાલિઝમ પરીક્ષાઓ પાસ કરી ચૂકેલ છે. વર્ષ ૨૦૧૧માં તેઓ ગુજરાત પોલીસ દળમાં જોડાયા. આ પહેલા તેઓએ ત્રણ મહિના જામરાવળ- ખંભાળિયામાં ચીફ ઓફિસર તરીકે કાર્ય પણ બજાવ્યું. પરંતુ, રાષ્ટ્ર સેવા તેમનો મુખ્ય ધ્યેય હોય જેથી પોલીસ દળમાં જોડાયા.
પવિત્ર શ્રાવણ માસના કેટલાક દિવસોમાં નાગરિકોને પોલીસ તંત્ર તરફથી સ્ટાફ અને અધિકારોઓના સહયોગથી ભોજન અને શુદ્ધ પાણી પીરસાયું. આમ, ગુજરાત પોલીસનું May I help You સુત્ર સાર્થક કર્યું.
તેઓનું પ્રથમ પ્રોબેશન પોસ્ટિંગ જૂનાગઢમાં થયેલ એસ. પી. મહીસાગર હતા, ત્યારે બાલાસિનોરની એક બેંકની શાખામાંથી રૂપિયા ૨૦ કરોડ અને ૧૬ લાખની લૂંટ વિથ હત્યા થઈ હતી જે તેમણે માત્ર ૧૨ કલાકમાં જ ઉકેલી આરોપીઓને ઝડપી સો ટકા મુદ્દા માલ રિકવરી કરી જેની નોંધ ગૃહ ખાતાએ પણ લીધી હતી.
મધ્ય ગુજરાતમાં જેની હાક અને ધાક વાગતી હતી તેવી બિચ્છુ ગેંગ, અસલમ ગેંગ તેમજ શૈક્ષણિ વિસ્તારની પઠાણ ગેંગ ઉપર જબરદસ્ત અંકુશ મેળવી નેસ્તનાબૂદ કરી. (મો. ૯૯૭૮૪ ૦૫૯૭૪)
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
