તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 26th September 2026
મોરબીના સેવાભાવી ફોટોગ્રાફર રમણીકલાલ ચંડીભમ્મરનો કાલે જન્મદિવસ

મોરબી, તા.૨૬: જિલ્લા તથા આસપાસના વિસ્તારમાં જનતા શોપ ખૂબ જાણીતું નામ છે. તેના માલિક અને સામાજિક, રાજકીય કે પછી ધાર્મિક પ્રસંગમાં જઈને ત્યાં ન માત્ર ફોટોગ્રાફી કરવાની પરંતુ મોટાભાગના લોકોને યાદગીરી રૂપે જે તે સમયની કચકડે કંડારવામાં આવેલ યાદગાર તસ્વીર આપવાનો જબરો શોખ ધરાવતા, અને નિઃ શુલ્ક પહોંચાડતા રમણીકલાલ ચંડીભમ્મરનો તા.૨૭ સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે.
શહેર-જીલ્લામાં થતા કોઇપણ સામાજીક, રાજકીય કે ધાર્મિક પ્રસંગે રમણીકલાલ અચુક ત્યાં પહોંચી જાય અને જે તે કાર્યક્રમમાં હાજર રહેલા લોકોને પણ વિશ્વાસ હોય છે કે, આ ઘડીના ફોટો તેમને અચૂક રમણીકભાઈ તરફથી મળવાનો છે.આ અનોખું કામ રમણીકલાલ છેલ્લા ૪૦ વર્ષોથી કરી રહ્યા છે. સાત દાયકા વટાવી ગયા હોવા છતાં યુવાનો જેવી જીંદગી રમણીકલાલ જીવી રહ્યા છે અને તેઓ અગાઉ નરેન્દ્રભાઇ મોદી સહિત રાજકીય આગેવાનો તેમજ ફિલ્મી કલાકારોના ફોટા પાડી તેઓના પ્રિય બન્યા છે. આટલું જ નહીં મોરબીમાં ડોંગરેજી મહારાજ, મોરારી બાપુ, ભાઇશ્રી રમેશભાઈ ઓઝા સહિતના કથાકારોની ૧૭ જેટલી કથાઓ યોજાયેલ છે.આ કથામાં તેઓએ હાજર રહીને અનેક લોકોના ફોટો પડ્યા છે.
હાલમાં તેઓ બગથળા નકલંક મંદિરના ટ્રસ્ટી, મોરબી લુહાણા મહાજનવાડીની કારોબારીના સભ્ય, લુહાણા વિદ્યાર્થી ભવનના ટ્રસ્ટી તથા લાયન્સ ક્લબના પાસ્ટ પ્રેસિડેન્ટ તરીકે વિવિધ સેવાકીય અને સામાજિક પ્રવળત્તિઓ સાથે જોડાયેલા છે (મો.નં. ૯૮૨૫૨ ૨૨૯૧૩ )
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
