News of Tuesday, 29th September 2026
ગોંડલના એડવોકેટ શ્રી મુકેશભાઈ એમ. ગઢીયાનો જન્મદિન

(જયસ્વાલ ન્યુઝ દ્વારા) ગોંડલ તા.૨૯: મુકેશભાઈ મથુરદાસ ગઢીયા નો જન્મ ૨૮/૯/૧૯૭૦ ના રોજ થયો હતો તે આજે યશસ્વી સફળ જીવનના ૫૬ વર્ષ પૂર્ણ કરી ૫૭ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે અને વકીલાત ના વ્યવસાયની સાથે સાથે તેઓ અનેક સામાજીક જવાબદારી ઓ જેવી કે ભોજલરામ નિર્ભય આશ્રમ વ્યવસ્થાપક કમિટીના પ્રમુખશ્રી તથા શ્રીનાથજી ધામ હવેલીના સભ્ય જેવી અનેક સામાજીક તેમજ ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલ છે અને સતત કાર્યશીલ અને સાદગીભરી જીવનશૈલી,સંઘર્ષ નો પર્યાય બનેલ અને હસમુખા સ્વભાવ અને ઉમદા વ્યક્તી એડવોકેટ શ્રી મુકેશભાઈ મથુરદાસ ગઢીયાના (WhatsApp No. ૯૮૨૫૨ ૧૮૧૫૨) ઉપર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
