<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

દેવભૂમિ દ્વારકાના પત્રકાર રિશી રૂપારેલિયાનો જન્‍મદિન

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૯ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દાયકા જેટલા સમયથી પત્રકારિત્‍વ ક્ષેત્રે કાર્યરત રાજુ રૂપારેલિયાના પુત્ર, ‘દેવભૂમિ ન્‍યૂઝ' સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મના માધ્‍યમથી અનેક લોકો સુધી સમાચાર પહોંચાડતા તથા દ્વારકાની જાણીતી ‘ગોવર્ધન આર્ટ ગેલેરી'ના સંચાલક રિશી રૂપારેલિયાનો આજે જન્‍મદિવસ છે.

પત્રકારિત્‍વ ક્ષેત્રે સક્રિય રહી રિશી રૂપારેલિયાએ અત્‍યાર સુધીમાં અનંત અંબાણી, બાગેશ્વર ધામના ધીરેન્‍દ્ર શાષાી (બાગેશ્વર બાબા), લોકપ્રિય ભજન ગાયક હંસરાજ રઘુવંશી, રાજેશ આહિર, ‘લાલો' ફિલ્‍મની કાસ્‍ટ સહિત અનેક જાણીતી હસ્‍તીઓના વિશેષ ઇન્‍ટરવ્‍યૂ લીધા છે અને તેમના માધ્‍યમથી મહત્‍વપૂર્ણ વ્‍યક્‍તિઓ તથા વિવિધ ક્ષેત્રની જાણીતી હસ્‍તીઓ સાથેની વાતચીતને લોકો સુધી પહોંચાડી છે.

(1:28 PM IST)