<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

વલસાડ એલસીબીના પીએસઆઈ જીજ્ઞેશ ધનેશાનો જન્‍મદિવસ

રાજકોટઃ રાજકોટના મૂળ વતની અને હાલ વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્‍ચમાં પીએસઆઈ તરીકે કડક અને નિષ્ઠાવાન ફરજ બજાવી રહેલા, તેમજ સમગ્ર રઘુવંશી સમાજનું ગૌરવ એવા શ્રી જીગ્નેશભાઈ ધનેશાનો આજે જન્‍મદિવસ છે. તેઓ પોતાના જીવનના ૪૪ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી ૪૫મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે અત્રે ઉલ્‍લેખનીય છે કે,શ્રી ધનેશા ભૂતકાળમાં રાજકોટ ખાતે પણ એ-ડિવિઝન પોલીસ સ્‍ટેશન, કુવાડવા પોલીસ સ્‍ટેશન અને ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશન જેવા વિવિધ મહત્‍વના વિસ્‍તારોમાં પ્રશંસનીય ફરજ બજાવી ચૂક્‍યા છે. પોતાની આગવી સૂઝબૂઝ અને ગુનેગારોમાં ફફડાટ ફેલાવતી કડક કાર્યશૈલી માટે જાણીતા આરએસઆઇ શ્રી જીગ્નેશભાઈ ધનેશાની ઉત્‍કૃષ્ટ કામગીરીની કદરરૂપે, ગુજરાતના પૂર્વ પોલીસ વડા (ડીજીપી) શ્રી વિકાસ સહાયના હસ્‍તે ગાંધીનગર ખાતે તેઓને એક જ વર્ષમાં બે-બે વાર, એટલે કે E-COP OF THE MONTH OF JANUARY & JULY - 2025ના પ્રતિષ્ઠિત એવોર્ડથી નવાજવામાં આવ્‍યા હતા, વલસાડ જિલ્‍લામાં કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવામાં તેમજ અતિ જાટિલ અને વણઉકેલાયેલા વિવિધ ગુનાઓનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી, ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલવામાં તેઓની કામગીરી હંમેશાં અગ્રગણ્‍ય રહી છે. તેઓને તેમના તેમના (મો.૯૦૬૦૪ ૦૦૦૦૪) ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.

(3:48 PM IST)