હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સોૈરાષ્ટ્રના જાણીતા ક્રિટીકલ કેર નિષ્ણાંત ડો. મિલાપ મશરૂનો જન્મદિવસ
ગંભીર રોગનું સચોટ નિદાન-સારવાર કરનાર સિનર્જી હોસ્પિટલના

રાજકોટઃ તા.૧: સોૈરાષ્ટ્રના જાણીતા ક્રિટીકલ કેર નિષ્ણાંત સીનર્જી હોસ્પીટલના ડો. મિલાપ મશરૂનો આજે જન્મદિવસ છે. ગંભીર રોગનું સચોટ નિદાન અને સારવાર કરી તબીબી ક્ષેત્રે આગવી નામના મેળવનાર ડો. મિલાપ મશરૂના જન્મદિને શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
ડો. મિલાપ મશરૂ ગંભીર બીમારી સારવાર અને સઘન સારવાર નિષ્ણાંત તરીકે યશસ્વી કામગીરી કરે છે. બેચલર ઓફ મેડિસિન અને બેચલર ઓફ સર્જરી એમ.ડી. - આંતરિક રોગ સારવાર, એફ.એન.બી. - ગંભીર સારવાર ચિકિત્સામાં ઉચ્ચ અભ્યાસ, ઇ.ડી.આઈ.સી. - યુરોપિયન સઘન સારવારની પદવી ધરાવે છે.
ડો. મિલાપ મશરૂ સૌરાષ્ટ્રના એક માત્ર તબીબ છે કે જેણે ક્રીટીકલ કેર (આઈસીયુ) ના સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટર કે જેઓએ એફ.એન.બી. અને ક્રીટીકલ કેર ઈ.ડી.આઈ.સી. યુરોપિયન ડિપ્લોમા ક્રિટીકલ કેર બંને ડીગ્રી ધરાવતા તબીબ હોવાનું ગૌરવ ધરાવે છે.
ડો. મિલાપ મશરૂ સિનર્જી સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે ક્રિટિકલ કેર વિભાગમાં સેવા આપે છે. MBBS, MD, FNB અને પ્રતિષ્ઠિત EDIC જેવી ઉચ્ચ લાયકાત સાથે તેઓ છેલ્લા ૧૫ વર્ષથી ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓને નવજીવન આપવાનું કાર્ય કરી રહ્યા છે. કોરોના કાળ સહિત અનેક કપરા સમયમાં તેમણે આઈસીયુમાં અગ્રેસર રહીને સેવા આપી છે, જેની નોંધ સમગ્ર સૌરાષ્ટ્રએ લીધી છે. તેમના નેતળત્વ હેઠળ પલ્મોનરી ક્રિટિકલ કેર એસોસિએટ્સ સહિતની સંસ્થાઓ આરોગ્ય સેવામાં સક્રિય છે. આજે તેમના જન્મદિવસે સિનર્જી હોસ્પિટલ પરિવાર, મિત્રો અને ચાહકોએ તેમના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. (૩૭.૮)
હર રાહ આસાન હો, હર રાહ પે ખુશીયા હો, હર દિન ખુબસૂરત હો,
હર દિન શુભકામના હો, ઐસા મંગલ તુમ્હારા હર જન્મદિન હો....









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
