તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 3rd October 2026
મોરબીઃ દાઉદી વ્હોરા સમાજના P.R.O. અને પાલિકા યુનિયન સેક્રેટરી જુઝરભાઈ અમીનભાઈનો જન્મદિવસ

મોરબી, તા.૩: મોરબી નગરપાલિકામાં સુદીર્ઘ ૩૫ વર્ષથી વધુ સમય સુધી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી ચૂકેલા અને ખાસ કરીને છેલ્લા ૨૫ વર્ષથી પણ વધુ સમય સુધી ચીફ ઓફિસર તેમજ પ્રમુખના અંગત મદદનીશ (P.A.) તરીકે યશસ્વી સેવાઓ આપનાર જુઝરભાઈ અમીનનો આજે જુઝરભાઈ અમીન માત્ર વહીવટી ક્ષેત્રે જ નહીં, પરંતુ સામાજિક અને સંગઠનાત્મક સ્તરે પણ ખૂબ મોટું પ્રદાન ધરાવે છે. તેઓ મોરબી નગરપાલિકા એમ્પ્લોઇઝ યુનિયનના સેક્રેટરી તરીકે કર્મચારીઓના પ્રશ્નોને વાચા આપી તેમની પડખે ઊભા રહ્યા છે. આ ઉપરાંત, તેઓ મોરબી દાઉદી વ્હોરા સમાજના પૂર્વ જોઈન્ટ સેક્રેટરી રહી ચૂકયા છે અને હાલમાં મોરબી દાઉદી વ્હોરા જમાતના પી.આર.ઓ. (P.R.O.) તરીકે સેવા આપી રહ્યા છે.
તેમનો મિલનસાર અને માયાળુ સ્વભાવ, વિશિષ્ટ વાણી શૈલી અને બોલવામાં રહેલી અનોખી મીઠાશના કારણે તેઓ સર્વ સમાજના લોકોના દિલમાં કાયમી સ્થાન ધરાવે છે. મોરબી શહેરના તમામ સમાજના અગ્રણીઓ, રાજકીય આગેવાનો, કાઉન્સિલરો, વેપારી વર્ગ, વકીલો, તબીબો તેમજ પત્રકાર મિત્રો સાથે તેઓ વિશાળ જનસંપર્ક અને ગાઢ મિત્રવર્તુળ ધરાવે છે. વહીવટી કુશળતાની સાથે સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા જુઝરભાઈ હંમેશાં લોકસેવા માટે તત્પર રહ્યા છે.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
