<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

જલાલપોરના ધારાસભ્‍ય રમેશભાઈ પટેલનો આજે જન્‍મદિવસ

(અશ્‍વિન વ્‍યાસ) ગાંધીનગરઃ ૧૭૩, જલાલપોર મતવિભાગના ધારાસભ્‍ય અને ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા શ્રી રમેશભાઈ છોટુભાઈ પટેલનો આજે જન્‍મદિવસ છે.  ૫મી ઓક્‍ટોબર ૧૯૫૯ના રોજ નવસારી ખાતે જન્‍મેલા શ્રી રમેશભાઈ પટેલે એસ.એસ.સી. સુધીનો અભ્‍યાસ કર્યો છે. તેઓ વ્‍યવસાયે ખેતી અને મત્‍સ્‍યોદ્યોગ સાથે સંકળાયેલા છે. તેમના પરિવારમાં પત્‍ની શ્રીમતી દક્ષાબેન તેમજ એક પુત્ર અને એક પુત્રી છે. તેઓએ ૧૯૯૮માં ૧૦મી ગુજરાત વિધાનસભાના સભ્‍ય તરીકે ચૂંટાઈને પોતાની સંસદીય કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. તેઓ સતત છ વખત વિધાનસભાની ચૂંટણી જીતીને ક્ષેત્રના લોકપ્રિય જનપ્રતિનિધિ સાબિત થયા છે અને હાલમાં ૧૫મી ગુજરાત વિધાનસભામાં સભ્‍ય તરીકે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત, તેઓ સાત વર્ષથી વધુ સમયથી વિધાનસભામાં અધ્‍યક્ષ (ચેરમેન/પેનલ) તરીકેની જવાબદારી પણ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે.   તેમણે નવસારી-જલાલપોર તાલુકા ભાજપ પ્રમુખ, વલસાડ જિલ્‍લા ભાજપ યુવા મોરચાના મંત્રી (૧૯૯૫) અને તાલુકા યુવા મોરચાના સહમંત્રી (૧૯૯૧-૯૭) તરીકે સંગઠનને મજબૂત કરવામાં મહત્ત્વનું યોગદાન આપ્‍યું છે. તેઓ દાંડી વિવિધલક્ષી ખેતી સહકારી મંડળીના પ્રમુખ તરીકે પણ કાર્યરત રહી ચૂક્‍યા છે. આજે તેઓના જન્‍મદિને તેમના (મો.૯૯૭૮૪ ૦૫૯૨૪) ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.

 

(3:06 PM IST)