તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 6th October 2026
જય વસાવડાનો જન્મદિવસ
સુપ્રસિદ્ધ કટાર લેખક, શ્રેષ્ઠ વક્તા અને આરંભથી અંત સુધી વાચકો-શ્રોતાઓને જકડી રાખવાની અદભૂત ક્ષમતા ધરાવતા

(મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ, તા.૬: ગુજરાતી અખબારની પૂર્તિઓ, મેગેઝિનો અને શિષ્ટ ટીવી ડિબેટ સહિતમાં ગુજ્જુ વાંચક-દર્શક રાજાઓ પર વર્ષોથી રાજ કરતા સુપ્રસિદ્ધ કટાર લેખક, શ્રેષ્ઠ વક્તા અને આરંભથી અંત સુધી વાચકો અને શ્રોતાઓને જકડી રાખવાની અદભૂત ક્ષમતા ધરાવતા જય વસાવડાનો આજે જન્મદિવસ છે. ૬ ઓક્ટોબર, ૧૯૭૩ના રોજ જન્મેલા જય વસાવડાએ શાળાએ ગયા વગર જ ઘરે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું અને માત્ર ૨૭ વર્ષની વયે મેનેજમેન્ટ કોલેજના પ્રિન્સિપાલ તરીકે પદ શોભાવ્યું હતું.
રાજકોટની ભાલોડિયા કોલેજમાં બે વર્ષ લેક્ચરર અને ત્રણ વર્ષ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવીને દૈનિક વર્તમાનપત્રોમાં તેઓ નિયમિત કોલમ લખે છે.જય વસાવડાના ઘરમાં પંદર હજાર જેટલા પુસ્તકો અને સાત હજાર ઉપરાંત સીડી-ડીવીડીનો ખજાનો છે. ફિલ્મ, ધર્મ, વિજ્ઞાન, રમત-જગત કે રાજકારણનું તલસ્પર્શી ઊંડાણવાળું વાચન હોય છે જે લખીને વાચકોને પીરસે ત્યારે ગરમાગરમ શીરાની જેમ ઉતરી જાય છે. તેઓએ પંદરે કરતાં વધારે પુસ્તકો પણ લખ્યાં છે.ફિલ્મો વિશે જય વસાવડાની એટલી વિશાળ જાણકારી છે કે કદાચ અડધી રાત્રે નિંદરમાંથી ઉઠાતો તો એ જ ક્ષણે ફિલ્મ-કથા-સંગીત-રિવ્યુ અને મુંગી ફિલ્મથી બોલતી-અદ્યતન ડોલ્બી ફિલ્મ, બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મોથી રંગીન ફિલ્મોથી માંડીને એના ગીતોનો ઇતિહાસ કડકડાટ બોલી જાય છે. ઁઆંતરરાષ્ટ્રીય સ્તરે સાંસ્કળતિક રાજદૂત તરીકે ખ્યાતિ પામેલા જય વસાવડાએ ૨૦૦૪માં યુ.એસ. સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રતિષ્ઠિત ‘‘ઇન્ટરનેશનલ વિઝિટર લીડરશિપ પ્રોગ્રામ''થી પોતાની વૈશ્વિક સફરનો આરંભ કર્યો હતો. અત્યાર સુધીમાં ૨૩ વાર અમેરિકાની સફર ખેડી છે. યુનાઇટેડ કિંગડમ, જર્મની, ફ્રાન્સ, ઇટાલી, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રિયા, ન્યૂઝીલેન્ડ, સ્પેન, જાપાન, ઇઝરાયેલ, સિંગાપોર, થાઇલેન્ડ, કમ્બોડિયા, બેલ્જિયમ, નેધરલેન્ડ્સ, ભૂતાન, યુએઇ, ઓમાન, ફિનલેન્ડ, નોર્વે, ડેન્માર્ક, આયર્લેન્ડ, સ્કોટલેન્ડ, પોલેન્ડ, કેન્યા વગેરે સહિત ચાલીસેક દેશોમાં તેમની પ્રવાસગાથાઓ અને વક્તવ્યોએ ભારે પ્રશંસા મેળવી છે.તેમના જન્મદિવસે ઠેરઠેરથી અભિનંદન અને શુભેચ્છાનો વરસાદ થઈ રહ્યો છે.સંપર્ક માટે સોશ્યલ મીડિયા પર એમના બધા પ્રોફાઈલ બ્લુ ટિક વેરિફાઇડ છે. ફેસબુક (Facebook): jayvasavada.jv : ઇન્સ્ટાગ્રામ (Instagram): jayvasavada.jv : યુટયુબ (YouTube): planetJV (મો. ૯૮૨૫૪ ૩૭૩૭૩)
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
