<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

મોરબીના કોર્પોરેટર, સતવારા સમાજના અગ્રણી ભાવેશભાઈ કંજારીયાનો જન્‍મદિવસ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૮: સમસ્‍ત સતવારા મહામંડળના ઉપપ્રમુખ ભાવેશભાઈ કંઝારીયાનો તા. ૮ ઓક્‍ટોબરના રોજ જન્‍મદિવસ છે. તેમના જન્‍મદિવસ નિમિત્તે પરિવારજનો, સ્‍નેહીજનો, શુભેચ્‍છકો, કાર્યકરો તેમજ વિવિધ સામાજિક અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા હાર્દિક શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી રહી છે.ભાવેશભાઈ કંઝારીયા રાજકીય ક્ષેત્રે સંગઠનાત્‍મક જવાબદારીઓ નિભાવવાની સાથે મોરબી મહાનગરપાલિકાના કોર્પોરેટર તરીકે પણ લોકોના પ્રશ્નો અને સ્‍થાનિક વિકાસના મુદ્દાઓને વાચા આપવા માટે સક્રિય રહ્યા છે.

મોરબી શહેર ભાજપના પૂર્વ મહામંત્રી તરીકે તેમણે સંગઠનને મજબૂત બનાવવામાં મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવી છે.સાથે જ સમસ્‍ત સતવારા મહામંડળના ઉપપ્રમુખ તરીકે સામાજિક ક્ષેત્રે પણ તેમની સક્રિયતા જોવા મળે છે. સમાજના વિવિધ પ્રશ્નો, યુવાનોની પ્રવૃત્તિઓ તથા સામાજિક એકતા અને વિકાસના કાર્યોમાં તેઓ સતત જોડાયેલા રહ્યા છે.જન્‍મદિવસના આ શુભઅવસરે ભાવેશભાઈ કંઝારીયાને સ્‍વસ્‍થ, સુખી, સમૃદ્ધ અને દીર્ઘાયુષ્‍યમય જીવનની તેમના મો.૮૦૦૦૦૮૮૮૮૦ શુભેચ્‍છાઓ મળી રહી છે.

(10:50 AM IST)