News of Saturday, 10th October 2026
રાજકોટ સિવિલ કોર્ટના નિવૃત કર્મચારી બી.એન. કારીયાનો કાલે જન્મદિવસ
વર્ગ-૪થી વર્ગ-૩માં બેલીફ તરીકે ૪૧ વર્ષની સફળતમ ફરજ બજાવી

રાજકોટ, તા.૧૦: રાજકોટ જિલ્લા ન્યાય ખાતામાં ફરજ બજાવતા અને નિવૃત થયેલ કોર્ટ કર્મચારી બી.એન. કારીયાનો આવતીકાલે જન્મ દિવસ છે તેઓએ યશસ્વી જીવનના ૬૨ વર્ષ પુર્ણ કરી ૬૩માં વષર્માં કાલે પ્રવેશ કરશે.
રાજકોટ જીલ્લા ન્યાય ખાતામાં તારીખ ૨૨/૧૦/૧૯૮૨ના વર્ગ ૪ના કર્મચારી તરીકે જોડાઇને સતત ૪૦ વર્ષ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી તા.૨૨/૧૦/૨૦૨૨ના એજ સિવિલકોર્ટમાંથી નિવૃત થયેલ છે.
અત્રે એ નોંધનીય છે કે શ્રી બી.એન કારીયાએ નોકરીના સમય દરમિયાન સાદગી પુર્વક સાયકલ પર જ સમન્સ નોટીસ બજાવવાની કામગીરી નિષ્ઠા પુર્વક કરી મોબાઇલ-સોશ્યલ મીડીયાથી દુર રહયા હતા. તેમણે રાજકોટ મોરબી ઉપરાંત બેલીફ તરીકે પ્રમોશન મેળવી ૮ વર્ષ સુધી જેતપુર સિવિલ કોર્ટમાં ફરજ બજાવી હતી અને ૨૦૧૫માં ફરી રાજકોટ સિવિલ કોર્ટમાં બદલી થતા ત્યાંથી નિવૃત થયા છે તેમના જન્મ દિવસે સગા સંબંધી સ્નેહીજનો શુભેચ્છા પાઠવવા અધિરા બન્યા છે.
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
