<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

મોઢ વણિક મિત્ર મંડળ રાજકોટના પ્રમુખ પ્રનંદભાઈ કલ્‍યાણીનો આજે જન્‍મદિવસ

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા. ૧૫:  જસદણના મૂળ વતની વર્ષોથી રાજકોટ સ્‍થાયી થયેલા રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ પ્રમોદભાઈ સી કલ્‍યાણીના પુત્ર પ્રનંદભાઈ પી કલ્‍યાણીનો આજે જન્‍મદિવસ છે. પ્રનંદભાઈ કલ્‍યાણી રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સમાં કમિટી મેમ્‍બર રહી ચૂકયા છે. ધર્મેન્‍દ્ર રોડ વેપારી એસોસિએશનમાં પણ સેવા આપી ચૂકયા છે. નાની વયથી જાહેર જીવનમા સક્રિય બહોળૂ મિત્ર વર્તુળ ધરાવતા  પ્રનંદભાઈ કલ્‍યાણી હાલમાં વણિક સમાજની અગ્રગણ્‍ય સંસ્‍થા મોઢ વણિક મિત્ર મંડળ રાજકોટના પ્રમુખ તરીકે જ્ઞાતિ સેવા કરી રહ્યા છે. રાજકોટ શહેર ગ્રાહક સુરક્ષા સંગઠનના પ્રમુખ તરીકે પણ કાર્યરત છે. સમગ્ર વિશ્વના કલ્‍યાણી પરિવારની આસ્‍થાના પ્રતીક કલ્‍યાણી કુળદેવી મંદિર ટ્રસ્‍ટ જસદણના  પ્રમુખ તરીકે પણ માતાજીની સેવા કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ દીકરાનું ઘર વળદ્ધાશ્રમ સહિતની શહેરની અનેક સંસ્‍થાઓ સાથે જોડાયેલા છે.  શ્રીનાથજીબાવામા અપાર શ્રધ્‍ધા ધરાવતા શ્રી પ્રનંદભાઈ કલ્‍યાણીના જન્‍મ દિવસ નિમિતે તેમના મોબાઈલ નંબર ૯૮૨૫૨૮૯૧૪૨ ઉપર જન્‍મદિવસની શુભેચ્‍છાનો વરસાદ  થઈ રહ્યો છે.

(11:07 AM IST)