News of Thursday, 15th October 2026
શેઠ વડાળાના જયદિપભાઈ જોષીનો જન્મદિવસ

(વિનુ જોશી-ઝીલ વ્યાસ દ્વારા) જુનાગઢ-જામજોધપુર, તા. ૧પઃ શ્રી હરિઓમ મેડિકેર ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી તેમજ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના સક્રિય સેવક, જામજોધપુર વિસ્તારના સેવાભાવી યુવાન, તેમજ તાલુકા પંચાયત જામજોધપુર ખાતે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા સેવાભાવી વ્યક્તિત્વ, શ્રી જયદીપભાઈ મોહનલાલ જોષી (શેઠવડાળા) નો આજે ૧૫-૧૦-૨૬ના રોજ ૩૬ મો જન્મ દિવસ હોય ઠેર ઠેરથી શુભેચ્છા નો ધોધ વહી રહ્યો છે
શેઠવડાળાની વિવિધ સામાજીક સંસ્થાઓમાં પારદર્શક અને નિસ્વાર્થ લોકસેવા આપતા અને વિવિધ ગ્રુપના સંચાલન કર્તા જયદીપ એમ. જોશી નું હંમેશાં આરોગ્યમય, દીર્ઘાયુ અને ઉત્સાહપૂર્ણ જીવન જીવો એવી પ્રભુ સમક્ષ અભ્યર્થના કરાઇ છે
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
