<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

ઉનાના પીઢ પત્રકાર અને બ્રહ્મસમાજના ટ્રસ્‍ટી નવીનભાઇ જોશીનો જન્‍મદિન

ઊના, તા., ૧૭: પ૧  વરસથી પત્રકાર તરીકે સેવા આપતા અને સમસ્‍ત બ્રહ્મસમાજ ના ટ્રસ્‍ટી નવીન ભાઈ જોશીના આજે ૬૯માં જન્‍મ દિવસે તેમજે અભિનંદન સાથે શુભ કામનાઓની વર્ષા થઈ રહી છે.

પ્રેસ ક્‍લબ ઓફ ઊના ના ઉપપ્રમુખ અને સમસ્‍ત બ્રહ્મસમાજ ઊનાના ટ્રસ્‍ટી તેમજ ઊનાનગર પંચાયતના પૂર્વ સદસ્‍ય અને ગીરી નારાયણ બ્રાહ્મણ ઊનાના પૂર્વ પ્રમુખ તેમજ છેલ્લા ૫૧ વરસ થી વિવિધ અખબારો માં પત્રકાર તરીકે સેવા આપતા નવીનભાઈ જટાશંકરભાઇ જોશી તેમના જીવન ના ૬૮ વરસ  પૂર્ણ કરી ૬૯ માં વરસમાં પ્રવેશ કરતા હોય સમગ્ર અખબારી જગતના પત્રકારો , કુટુંબીજનો,  સમસ્‍ત બ્રહ્મસમાજ અને મિત્ર મંડળ, શુભેચ્‍છકો દ્વારા જન્‍મદિવસે  અભિનંદન અને દીર્ઘાયુ આરોગયમય જીવન જીવે તેવી શુભ કામનાઓ તેમના મોબાઇલ નંબર્ર .૯૪૨૭૧૮૩૯૦૭ ઉપર મળી રહી છે. 

(1:43 PM IST)