<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

સાળંગપુર શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજી મંદિરના પૂજારી સ્‍વામિ ડી. કે. સ્‍વામીનો જન્‍મદિન

રાજકોટઃ તા.રર,શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામના પૂજારી સ્‍વામીશ્રી ડી કે સ્‍વામીજીનો આજે જન્‍મદિન છે.  આજે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં વિશેષ શણગાર કરવામાં આવેલ છે પૂજારી સ્‍વામીશ્રી ડી કે સ્‍વામીજીના જન્‍મદિવસ નિમિતે શાષાી સ્‍વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્‍વામીજી, કોઠારી સ્‍વામીશ્રી વિવેકસાગરદાસજી સ્‍વામીજી તથા સર્વ સંતો સવારથી શુભકામના પાઠવી રહયા છે વડતાલ નિવાસી શ્રી હરીકળષ્‍ણ મહારાજ અને સાળંગપુરધામવાસી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ તથા અથાળાવાળા ગુરૂદેવ સદાય તેમને સેવાનું બળ સારૂ સ્‍વાસ્‍થ્‍ય અને દીર્ધાયુ આપે એવી પ્રાર્થના કરી રહયા છે. સાળંગપુરધામ  ડી, કે, સ્‍વામીજીના માર્ગદર્શન હેઠળ અનેક સેવાના ધર્મકાર્યો માનવસેવાના ધર્મકાર્યો થઈ રહયા છે.  શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજી દાદાના શણગાર દર્શન, ગૌશાળા, ભોજનાલય, યજ્ઞકુંડ વગેરેની જવાબદારી  તથા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના નિજ મંદિરમાં અવનવા શણગાર કરી રહયા છે.

(12:56 PM IST)