<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

જસદણના સેવાભાવી કાર્યકર અમરશી રાઠોડનો કાલે જન્‍મદિન

(હિતેશ ગોસાઈ-હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ,તા.૨૪: જસદણમાં જુદી જુદી જગ્‍યાએ વર્ષોથી મુંગા મોઢે સેવા આપતાં અમરશી રાઠોડનો કાલે રવિવારે જન્‍મદિન હોવાથી તેઓ અને તેમના મિત્રો દ્વારા જસદણની સિવિલ હોસ્‍પિટલમાં ચા અને બિસ્‍કિટ આપશે.

ચા ના વ્‍યવસાય સાથે સંકળાયેલા અમરશીભાઈ જસદણમાં ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા રહી કોઈ પણ નાતજાતનો ભેદ પાડ્‍યા વિના શહેરમાં અનેકાએક સેવાકાર્યોમાં મોખરે રહ્યાં છે ખાસ કરીને તેમણે કોરોના ફાટી નીકળ્‍યો હતો ત્‍યારે જાનની પરવા કર્યા વગર સેવા આપી હતી. (મો.૯૮૯૮૧ ૫૨૫૮૦)

(10:53 AM IST)