હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આમરણનાં વરિષ્ઠ પત્રકાર મહેશભાઇ પંડયાનો જન્મદિન

આમરણ તા.૨૭: આમરણ (ચોવીસી) ખાતેના ‘‘અકિલા''પીઢપત્રકાર મહેશભાઇ બી .પંડયા (નિવૃત શિક્ષક શ્રી ચંદ્રસિંશજી હાઇસ્કૂલ ધ્રોલ)ના આજે જન્મદિને ૬૮માં વર્ષમાં મંગળ પ્રવેશ પ્રસંગે સ્નેહીજનો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. ‘‘અકિલા'' દૈનિક સહિત રાજકોટથી પ્રસિધ્ધ થતાં અન્ય પ્રતિષ્ઠિત અખબારો સાથે જોડાયેલા સાથે જોડાયેલા પંડયાજી છેલ્લા ૪૦ વર્ષથી તેનો તર્રાર કલમ દ્વારા અખબારી માધ્યમથી પ્રજાના પીડિત પ્રશ્નોને તંત્રના દ્વાર સુધી પહોંચાડી જનમતને વાચા આપી રહયા છે.
આઝાદી જંગના ચળવળકાર, ગાંધીવાદી, આજીવન ખાદીખારી અને જૂની પેઢીના પત્રકાર એવા સદગત વિના બી.એલ.પંડયા દ્વારા વારસામાં મળેલ કલમ થકી મૂલ્યનિષ્ઠ પત્રકારત્વની આગવી ઓળખને આજ સુધી જાળવી રાખી છે.
જોડિયા - મોરબી તાલુકાના વેછાડાના પછાત એવા આમરણ ચોવીસી પંથકની જનતાની માળખાગત પીડિત સમસ્યાઓને કોઇની શેરશરમ વિના નિષ્પક્ષ રીતે અખબારી માધ્યમ થકી તંત્ર સુધી પહોંચાડી અનેક પ્રશ્નોના ઉકેલ લાવવામાં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલું છે. (મો. ૯૪૨૮૦ ૭૪૯૫૧)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
