<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

વાસ્‍મોના મુખ્‍ય વહીવટી અધિકારી સ્‍તૃતિ ચારણનો જન્‍મ દિન

રાજકોટઃ રાજયના વોટર એન્‍ડ સેનીટેશન મેનેજમેન્‍ટ ઓર્ગેનાઈઝેશન (વાસ્‍મો)ના ચીફ એકઝીકયુટીવ ઓફીસર તરીકે ફરજ બજાવતા સ્‍તૃતિ ચારણનો જન્‍મ તા. ર૭-૧૦-૧૯૮પના દિવસે થયેલ આજે ૪રમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

તેણી મૂળ રાજસ્‍થાનના જોધપુરના વતની અને ર૦૧૩ની બેચના આઇએએસ કેડરના અધિકારી છે. ભૂતકાળમાં રાજકોટમાં સપ્‍લીમેન્‍ટરી મદદનીશ કલેકટર, જુનાગઢના વંથલીમાં મદદનીશ કલેકટર, અરવીલ્લી અને સાબરકાંઠામાં જિલ્લા વિકાસ અધિકારી, રાજકોટમાં પ્રાદેશિક નગરપાલીકા કમિશનર, છોટા ઉદેપુરમાં જિલ્લા કલેકટર વગેરે પદ પર રહી ચુકયા છે.

(1:26 PM IST)