<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

ગોંડલના સેવાભાવી નલીનભાઈ જડિયાનો જન્‍મદિવસ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૨૮: ગોંડલનાં  સેવાભાવી નલીનભાઈ જડિયાનો આજે જન્‍મદિવસ છે.

 નલીનભાઈ અનેક સામાજિક, સેવાકીય અને ધાર્મિક સંસ્‍થાઓ સાથે જોડાઈને સમાજસેવાના કાર્યોમાં હંમેશાં અગ્રેસર રહે છે. દરેક જ્ઞાતિ અને સમાજના લોકો સાથે આત્‍મીય સંબંધો ધરાવતા નલીનભાઈ દરેક સેવાકાર્યમાં ઉત્‍સાહપૂર્વક સહયોગ આપે છે. તેમનો સેવાભાવ, સરળ સ્‍વભાવ, વિશાળ મિત્રવર્તુળ અને સૌને સાથે લઈને ચાલવાની ભાવના તેમને લોકપ્રિય બનાવે છે. કોઈપણ સેવાકાર્યમાં તેમનું માર્ગદર્શન અને સહયોગ હંમેશાં પ્રેરણારૂપ બની રહે છે.

નલીનભાઈ પીપલ્‍સ ફોર પોલીસ ફાઉન્‍ડેશનના સભ્‍ય,ગોંડલ ભાજપ વેપારી સેલના પ્રમુખ ગ્રેટર ચેમ્‍બર ઓફ કોમર્સના મંત્રી, સોની સમાજના મંત્રી પાન ફાઉન્‍ડેશનના મેનેજિંગ ટ્રસ્‍ટી,બૌદ્ધિક સેલ, રાજકોટ જિલ્લાના સભ્‍ય, પોલીસ મિત્ર તરીકે સેવાકીય કામગીરી,આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદ, ગોંડલના પ્રમુખ,ગોંડલ નગરપાલિકા ઉત્‍સવ સમિતિના કો-ઓર્ડિનેટર,એમ.એમ. ચેરીટેબલ ટ્રસ્‍ટના સભ્‍ય સહિત વિવિધ જવાબદારીઓ સંભાળી રહ્યા છે. જન્‍મદિવસ નિમિતે મો.૯૮૨૫૬૧૪૫૨૦ ઉપર ઢેર સારી શુભેચ્‍છાઓ મળી રહી છે.

(10:22 AM IST)