<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

વિશ્વ હિન્‍દુ પરીષદના સૌરાષ્‍ટ્ર-કચ્‍છના પુર્વ પ્રદેશ મંત્રી ભુપતભાઇ દવેનો જન્‍મદિવસ

જય જય શ્રીરામ...ના નાદથી જાહેર સભાઓને ગજવનાર

રાજકોટ, તા., ર૯: જય જય શ્રીરામ...ના નાદથી જાહેર સભાઓને ગજવનાર વિશ્વ હિન્‍દુ પરીષદના સૌરાષ્‍ટ્ર-કચ્‍છના પુર્વ પ્રદેશ મંત્રી ભુપતભાઇ દવેનો  આજે  ૮૦ મો જન્‍મદિવસ છે. ભુપતભાઈ બાલ્‍યાવસ્‍થા થી દેશ ભક્‍તિના રંગે રંગાયેલ આર.એસ. એસ. ના સ્‍વયંસેવક અખિલ ભારતીય વિધાર્થી પરિષદ રાજકોટના સંયોજક તરીકે જવાબદારી વહન કરી વિધાર્થી સંગઠન ને મજબુત બનાવેલ,  વિધાર્થી નેતા તરીકે  ૧૯૭૩-૭૪ માં વિરાણી આર્ટ્‍સ એન્‍ડ કોમર્સ કોલેજ ના જી.એસ. થયેલ હતા.

૧૯૭૩ના વર્ષમાં જ નવ નિર્માણ આંદોલન થયેલ જેનાં સંયોજક તરીકે સક્રિય ભૂમિકા ભજવી હતી. ઇન્‍દિરા ગાંધી એ લાદેલ કટોકટીનો સજ્જડ વિરોધ કરેલ અને અનેક નામી અનામી કાર્યકર સાથે ૧૧મહિના સુધી જેલવાસ ભોગવ્‍યો હતો. જૂના જનસંઘ સંઘ અને ભા.જ.પ.ના વોર્ડ ઈનચાર્જ તરીકે નિસ્‍વાર્થ ભાવે જવાબદારી વહન કરેલ. જેલવાસ પૂર્ણ કરી બહાર આવતા સાથે રાજકોટ માં રહેતા સૌરાષ્‍ટ્ર બાજ ખેડાવાડ બ્રાહ્મ ણ પરિવારના જ્ઞાતિ જનોના ઘર ઘરે જઈ યુવાનોને સંગઠીત કરી યુવક મંડળ ની રચના કરી. સ્‍વાધ્‍યાય પ્રવળત્તિ માં રાજકોટ અને રાજકોટ તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ઘરે ઘરે જય ભક્‍તિ ફેરી કરી કરીને પૂ. પાંડુરંગજી શાષાી (દાદા )ના વિચારોને લોકો સુધી પહોંચાડવામાં સક્રિય ભૂમિકા ભજવેલી.

૧૯૯૦ થી વિશ્વ હિન્‍દુ પરિષદ  રાજકોટ શહેર મંત્રી થી પ્રદેશ મંત્રી સુધી ની જવાબદારી વહન કરેલ જે સમયે રામ જન્‍મ ભૂમિ આંદોલન,  તીર્થ રજ યાત્રા, એકાત્‍મતા યાત્રા જેવા અનેક કાર્યક્રમો સફળ સંચાલન કરેલ.  ૬ ડીસેમ્‍બર ૧૯૯૨ના રોજ  કારસેવક તરીકે અયોધ્‍યા ગયેલા હતા.  વિજયા દશમી ઊત્‍સવ- રાવણ દહન કાર્યક્રમ શાષાી મેદાન ખાતે રાજકોટ ની જનતા માટે આકર્ષણનું કેન્‍દ્ર બની રહ્યું તેનું પણ વર્ષો સુધી સફળ સંચાલન કરેલ. કળષ્‍ણ જન્‍મ ઉત્‍સવ સમિતિ દ્વારા  જન્‍માષ્ટમીની ભવ્‍ય શોભાયાત્રા નું આયોજન અને સફળ સંચાલન કરેલ. ઉપરાંત લત્તેલતે જય જન્‍માષ્ટમીની ઉજવણી માટે ધજા પતાકા વિવીધ ફ્‌લોટ્‍સ બનાવવા માટે ધૂન મંડળોની મુલાકાત લઈ ધાર્મિક ભાવનાને પ્રેરણા આપતા અને ઉત્‍સાહ વધારતા હતા.

(2:44 PM IST)