હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
માનસિક રોગોના નિષ્ણાંત ડો. કમલેશ પટેલનો જન્મદિવસઃ ૫૭મા વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ તા. ૩૦ : રાજકોટ મેડિકલ કોલેજના પૂર્વ પ્રાધ્યાપક, સુરત માનસિક રોગ વિભાગ તથા સુરેન્દ્રનગરની સી. યુ. શાહ મેડિકલ કોલેજના વીઝીટીંગ પ્રોફેસર અને જાણીતા માનસિક રોગ નિષ્ણાંત (કન્સલ્ટન્ટ સાઈકિયાટ્રિસ્ટ) ડો. કમલેશ પટેલનો આજે તા. ૩૦ ઓક્ટોબરના રોજ જન્મદિવસ છે. તેઓ જીવનના ૫૬ વર્ષ પૂર્ણ કરી ૫૭મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. ડો. કમલેશ પટેલ મનોજાતીય રોગ, મનોશારીરિક રોગ, વ્યસન મુક્તિ, હિપ્નોથેરાપી તથા સાઈકોથેરાપીના નિષ્ણાંત તરીકે બહોળી નામના ધરાવે છે. સેવાભાવી સ્વભાવ ધરાવતા ડો. પટેલે સંખ્યાબંધ નિદાન કેમ્પોમાં પોતાની સેવાઓ પ્રદાન કરી છે અને દર્દીઓના માનસિક સ્વાસ્થ્ય માટે સતત કાર્યરત રહ્યા છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટમાં કરણપરા, કિશોરસિંહજી રોડ પર તેમજ યુનિવર્સિટી રોડ પર કાંચનજંઘા એપાર્ટમેન્ટની સામે, રોયલ પાર્ક શેરી નં. ૬ ખાતે આવેલી જીવનગંગા માનસિક આરોગ્યની હોસ્પિટલ - શ્યામ ખાતે સેવા આપી રહ્યા છે. જન્મદિવસ નિમિત્તે ડો. કમલેશ પટેલ પર તબીબી ક્ષેત્રના સાથીઓ, મિત્રવર્તુળ, તોહીજનો તથા દર્દીઓ તરફથી ઠેરઠેરથી શુભેચ્છાઓ વરસી રહી છે. (મો. ૯૧૫૭૭ ૭૭૭૯૪)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
