હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 30th October 2026
ચેરીટી કચેરીના નિવૃત જીતેન્દ્રભાઇ સંઘવીનો જન્મદિન : ૮૯માં પ્રવેશ

રાજકોટ, તા. ૩૦ : જીતેન્દ્રભાઇ સી. સંઘવીનો આજે જન્મદિન છે, ૮૯માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓએ ન્યાયકોર્ટમાં તથા ત્યારબાદ ચેરીટી તંત્રમાં અલગ અલગ હોદ્દાઓ ઉપર સેવા બજાવી સુપ્રિટેન્ડન્ટનાં હોદ્દા ઉપરથી ૩પ વર્ષની સેવા બાદ નિવૃત્ત થયેલા છે. નિવૃતિ બાદ સેવાકિય અને સામાજીક હેતુઓને લગતા બોલબાલા ટ્રસ્ટમાં કાર્યરત રહેલા છે. ઉપરાંત સરગમ કલબમાં સિનીયર સીટીઝન કલબમાં અને સંગીતની પ્રવૃતિઓમાં રૂચિ હોવાથી સુરશ્રી કલ્ચરલ કલબમાં પણ જોડાયેલા છે. તેઓને સગા સબંધીઓ, મિત્રો અને શુભેચ્છકો દ્વારા મો. ૯૩ર૭૪૩પ૭૧૪ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
